સોમાલિયામાં 15 ભારતીયો સહિત આખું જહાજ હાઈજેક થતાં ખળભળાટ, ઈન્ડિયન નેવી સક્રિય થઇ

આ જહાજનું નામ 'MV LILA NORFOLK' છે અને તેના પર લાઈબેરિયાનું ધ્વજ લગાવેલું છે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
સોમાલિયામાં 15 ભારતીયો સહિત આખું જહાજ હાઈજેક થતાં ખળભળાટ, ઈન્ડિયન નેવી સક્રિય થઇ 1 - image


Somalia Ship hijacked | સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોરફોક (MV LILA NORFOLK) જહાજને હાઇજેક કરી લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઇ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનું ધ્વજ હતું. 

15 ભારતીયો પણ જહાજ પર હાજર 

માહિતી અનુસાર આ જહાજના ચાલકદળમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે. ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઇ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. 

સોમાલિયામાં જહાજ અપહરણની આ પ્રથમ ઘટના નથી! 

સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રુએનને હાઈજેક કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો. 

સોમાલિયામાં 15 ભારતીયો સહિત આખું જહાજ હાઈજેક થતાં ખળભળાટ, ઈન્ડિયન નેવી સક્રિય થઇ 2 - image



Google NewsGoogle News