VIDEO: ઈઝરાયલના બે ભયાનક હુમલા, લેબેનોનમાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફનું અને ગાઝામાં 20 પેલેસ્ટાઈનીના મોત
Israeli Attacks : ઈઝરાયલની સેના તરફથી દક્ષિણ લેબેનોનના નબાતિયે ક્ષેત્રમાં એક હુમલામાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા છે. આ દરમિયાન આઈડીએફ તરફથી લેબેનોન ઐતિહાસિક શહેર બાલબેક પર હવાઈ હુમલો કરવામાં આવ્યો, જ્યાં ઉત્તરી ગાઝાના બેઈત લાહિયા પર થયેલા હુમલામાં 20 પેલેસ્ટાઈનીના મોત થયા. આ હુમલા એક દિવસ પહેલા થયેલા હુમલામાં આશરે 93 લોકોના મોત થયા હતા એ જગ્યાથી નજીક થયો હતો.
રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા
આઈડીએફ અનુસાર, ઈઝરાયલ વાયુસેનાની ગુપ્ત માહિતીના આધારે ચોક્કસ હુમલા કર્યા હતા, જેમાં રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા હતા. મળતી જાણકારી પ્રમાણે, શાહદીએ જ સીરિયામાં રાદવાન ઓપરેશન ચલાવ્યું હતું અને દક્ષિણના લેબેનોનમાં આતંકી હુમલાની દેખરેખ કરવામાં આવતી હતી.
ઈઝરાયલની સેનાએ કહ્યું કે, શાહદીએ ઈઝરાયલ વિરુદ્ધમાં અનેક આતંકી હુમલા કર્યા છે. તેનો નાશ એ ઉત્તરીય સરહદ પર ઈઝરાયલી સૈનિકો અને નાગરિકો સામે આતંકવાદી હુમલાના કાવતરાને કાબૂમાં લેવાનો એક ભાગ છે. રાદવાન ફોર્સે ઉત્તર ઈઝરાયલ પર હુમલાની યોજના બનાવી હોવાનું માનવામાં આવે છે.
ઈઝરાયલના હુમલાથી ગાઝાના 20 લોકોના મોત
તેવામાં ઈઝરાયલના લેબેનોનના ઐતિહાસિક શહેર બાલબેક અને તેના આસપાસના ગામોમાં હવાઈ હુમલા શરુ કરી દીધો છે. આ પહેલા ઈઝરાયલ સેનાએ આ વિસ્તારને ખાલી કરવાનો આદેશ કર્યો, ત્યારબાદ હજારો લોકોએ સ્થળાંતર કર્યું હતું. હાલ આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બીજી બાજુ, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે.
ઈરાનના રક્ષા મંત્રીએ કહ્યું કે, દુશ્મનોએ અમારી સંરક્ષણાત્મક અને આક્રમક સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જો કે, તેઓ આમાં બહુ સફળ થયા ન હતા, કારણ કે અમે અગાઉથી વ્યવસ્થા કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને સફળ ગણાવ્યો હતો. અમેરિકન નિષ્ણાતોએ પણ સેટેલાઇટ ફોટોના આધારે દાવો કર્યો હતો કે, ઈરાની મિસાઈલ પ્રોડક્શન સેન્ટરને નુકસાન થયું છે.
60 દિવસના સંઘર્ષવિરામનો પ્રાવધાન
લેબેનોનમાં સંઘર્ષ ખતમ કરવા માટે અમેરિકી મધ્યસ્થ એક પ્રસ્તાવ પર કામ કરી રહ્યાં છે. જેમાં 60 દિવસના સંઘર્ષવિરામનો પ્રાવધાન છે. મળતી માહિતી પ્રમાણે, આ સમયગાળાનો ઉપયોગ યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 1701ના અમલીકરણને અંતિમ સ્વરૂપ આપવા માટે કરવામાં આવશે. 2006માં સ્વીકૃત આ દરખાસ્ત હેઠળ દક્ષિણ લેબેનોનને નિઃશસ્ત્ર કરવાનું છે.
બેલેનોનમાં હાજર અમેરિકી દૂતાવાસે હાલ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેવામાં યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના નિદેશક વિલિયમ બર્ન્સ અને રાજનયિક બ્રેટ મેકગર્ક, અમોસ હોચસ્ટીન ઈરાન, બેલેનોન અને ગાઝામાં બંધકોના છૂટકારા સાથે સંકળાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુરુવારે મિસ્ર અને ઈઝરાયલનો પ્રવાસ કરશે.