વિશ્વભરના મુસ્લિમો લેબેનોનની સુરક્ષા માટે એક થઈ જાવ : આયાતોલ્લાહ અલિ ખોમેની
- નસરૂલ્લાહની હત્યા પછી ખામેનીને ગુપ્ત-સલામત સ્થળે લઇ જવાયા છે
- બૈરૂત પર ઈઝરાયલના હીઝબુલ નેતા નસરૂલ્લાહનાં થયેલા મૃત્યુ પછી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ભભૂકી ઉઠયા
નવી દિલ્હી : ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખામોનીએ શનિવાર વિશ્વભરના મુસ્લિમોને લેબેનોનના લોકો અને વિશેષત: લેબેનોનના પાટનગર બીરૂતની રક્ષા માટે એક થવા આદેશ આપ્યો હતો.
તે સર્વવિદિત છે કે બીરૂત ઉપર ઈઝરાયલે કરેલી પ્રચંડ બોંબ વર્ષાન લીધે હીઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહનું તેમના પુત્રી અને હીઝબુલ્લાહના એક કમાન્ડર સાથે મૃત્યુ થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટનાથી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખોમેની ખરેખરા ભભૂક્યા હતા. તેઓએ કહ્યું કે, તે દુષ્ટ અને ક્રૂર રાજ્યનો (ઈઝરાયલનો) નાશ કરવા માટે તમામ મુસ્લિમોએ હાથમાં જે કોઈ શસ્ત્ર આવે તે લઇન તેની ઉપર તૂટી પડવું જોઈએ. ઝીનોઈસ્ટને ખબર પાડી દેવી જોઈએ કે લેબેનોન સ્થિત હીઝબુલ્લાહને આઘાત કરવા માટે તે ઘણું નિર્બળ છે. સામ હીઝબુલ્લા અત્યંત બળવાન છે. તેમણે વધુમાં કહ્યું કે : એક વર્ષ જેટલા સમયથી ગાઝામાં ચાલી રહેલી આ ક્રિમિનલ વોરથી તે એટલું પણ સમજતું નથી કે ત્યાં મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકોની કત્લ-એ-આમ કરવાથી તે સંઘર્ષનું મજબૂત માળખું તોડી નહીં શકે કે તેને નમાવી પણ નહીં શકે. આ ઉપરાંત આ ધાર્મિક નેતા તે વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહેલા તમામ જૂથોને હીઝબુલ્લાહને સાથ આપવા આદેશ આપ્યો હતો. હસન નસરૂલ્લાહની હત્યા પછી ખામેનીને ઘણા સુરક્ષિત સાથે લઈ જવાયા છે. તે સ્થળની માહિતી ગુપ્ત રખાઈ છે.