Get The App

UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી : તે મંદિર 'રામ મંદિર' જેવું જ છે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી : તે મંદિર 'રામ મંદિર' જેવું જ છે 1 - image


- મંદિર માટે 700 કરોડનો ખર્ચ થયો છે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું મંદિર બનશે : 27 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં સાત તો શિખરો છે

અબુધાબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે અબુધાબી પહોંચી ગયા છે. સંયુક્ત આરબ અમીરાતમાં બીજાં ૩ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે.

આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. મંદિર ૨૭ એકરમાં રચાયું છે, તેમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે.

આ મંદિર માટે ૭૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 'રામ મંદિર' રચવામાં ૯૦૦ કરોડનો ખર્ચ થયો છે. તેનો અનુમાનિત ખર્ચ તો ૧૮૦૦ કરોડ સુધી પહોંચશે તેમ કહેવાય છે. 'રામ મંદિર' પરિસરમાં ૭ નાનાં મંદિરો પણ બનાવાશે. આ બધું આ વર્ષના ડીસેમ્બર સુધીમાં સંપન્ન થઈ જશે.

અબુધાબી સ્થિત, આ ભવ્ય મંદિરનાં નિર્માણમાં ૪ વર્ષ લાગ્યા હતાં. ૨૦૧૯માં કામ શરૂ કરાયું, પરંતુ વચમાં 'કોરોના'ને લીધે કેટલોક સમય કામ રોકાઈ ગયું. આ મંદિર માટે ભારતીય કારીગરોએ જ કામ કર્યું છે. તેમાં હાથથી કોતરણી કરાયેલા, આરસ અને બબુઆ પથ્થરો છે. યુએઈ સરકારે આ મંદિર માટે ૨૭ એકર જમીન ૨૦૧૭માં આપી હતી અને તેનો શિલાન્યાસ તે વર્ષે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

જાણકારો કહે છે કે, આ મંદિરમાં લોખંડના સળિયા વપરાયા જ નથી. માત્ર પથ્થરો જ વપરાયા છે. મંદિર ૧૦૦૦ વર્ષ રહેશે તેમ કહેવાય છે. પથ્થરોને ખાંચા પાડી એકબીજા સાથે અને સીમેન્ટથી જોડવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે યુએઈ પહોંચ્યા છે તેઓ 'જાયદ-સ્પોર્ટસ-સીટી'માં ભારતીય સમુદાયને સંબોધવાના છે.


Google NewsGoogle News