Get The App

70 અબજ ડૉલરના 'જમ્પ' સાથે મસ્કની મૂડી 347.8 અબજ ડૉલર પર પહોંચી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
70 અબજ ડૉલરના 'જમ્પ' સાથે મસ્કની મૂડી 347.8 અબજ ડૉલર પર પહોંચી 1 - image


- મસ્કને નવાં રચાનારાં DOGEના વડા બનાવાશે

- એલન મસ્કના સૌથી નજીકનાં ''સ્પર્ધક'' લેરી એલીસનની મૂડી ડો. 235 અબજ છે : છ મહિના પૂર્વે મસ્કની મૂડી 200 અબજ ડોલર હતી

ન્યૂયોર્ક : ટ્રમ્પના વિજય સાથે એલન મસ્કની કુલ મિલકત (મૂડી)માં ૭૦ અબજ ડૉલરનો ઊછાળો આવતાં તે ૩૪૭.૮ અબજ ડૉલર પર પહોંચી છે. જ્યારે તેઓની AI કંપની XAI ની વેલ્યુ બમણી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે મહિના પૂર્વે જ મસ્કની કુલ મૂડી (મિલકત) ૨૦૦ અબજ ડૉલર જ અંકાતી હતી. પરંતુ ટ્રમ્પના વિજય પછી ટેસ્લાના સ્ટોકમાં ૪૦ ટકા વધારો થઈ ગયો છે. જ્યારે XAI તો તેના બમણા સ્તરે પહોંચી છે.

મસ્કનો વિજય રથ અટકવાનું નામ લેતો નથી, ધાર્યા કરતાં પણ તે આગળ નીકળી ગયો છે. તેઓની AI કંપની XAI રોકેટની ગતિએ આકાશને આંબી રહી છે. મસ્કની કુલ મૂડીની માહિતી બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્ષ પરથી લેવામાં આવે છે.

નવેમ્બર ૫, (અમેરિકાની ચૂંટણી પરિણામનો દિવસ) મસ્ક માટે ભાગ્ય પરિવર્તનનો દિવસ બની રહ્યો. ટેસ્લાના શેરની કિંમત ૪૦ ટકા વધી ગઈ. શુક્રવારે શેર બજાર બંધ થયું ત્યારે જ તેના સ્ટોકની નેટવર્થ ૭ અબજ ડૉલર વધીને ૩૨૧.૭ અબજ ડૉલર પહોંચી હતી. તેમાં ટ્રેસ્લાના ૩.૮૨ જેટલા વધારાએ સિંહ ભાગ ભજવ્યો હતો.

મહામારી દરમિયાન પણ તેમાં વધારો નોંધાયો હતો, અને નવેમ્બર ૨૦૨૧માં તે ૩૨૦.૩ અબજ સુધી પહોંચ્યો હતો. જ્યારે અત્યારે તેઓની કરન્ટ નેટવર્થ અંદાજિત ૩૪૭.૮ અબજ ડૉલરની અંકાય છે. 

જાણકારો કહે છે કે, ટ્રમ્પ વહીવટી તંત્રમાં ચાલનારી મસ્કની વગને લીધે ટેસ્લા માટે સાનુકૂળ નિયમનો ઘડાશે. ઉપરાંત તે ચૂંટણી પરિણામો પછી સ્પેસ એક્સના સૌથી મોટા શેર હોલ્ડર સ્પેસ X-CEOની નેટવર્થમાં અંદાજે ૮૩ અબજ ડૉલરનો વધારો થયો હોવાનું જાણકારોનું અનુમાન છે. 

બીજી તરફ નવનિર્વાચીન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ એલન મસ્કની કાર્યક્ષમતાથી ઘણા પ્રભાવિત થયા છે તેથી તેઓ એલન મસ્કને નવાં રચાનારા ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (ડીઓજીઈ)ના ચીફ તરીકે નિયુક્ત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.


Google NewsGoogle News