માનવીના મગજ પર કન્ટ્રોલ ઈચ્છે છે મસ્ક, ખાસ બ્રેઈન ચિપ બનાવી, વિચારતાં જ કામ થવા લાગશે

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
માનવીના મગજ પર કન્ટ્રોલ ઈચ્છે છે મસ્ક, ખાસ બ્રેઈન ચિપ બનાવી, વિચારતાં જ કામ થવા લાગશે 1 - image


Image: Facebook

Elon Musks Neuralink Made a Brain Chip: અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક ટેકનોલોજીના સેક્ટરમાં હંમેશા કંઈક નવું કરતા રહે છે. તેમની કંપની ઘણા અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે અને ન્યૂરાલિંક તેમાંથી જ એક છે. આ કંપની ન્યૂરલ ઈન્ટરફેસ ટેકનોલોજી પર કામ કરે છે. સીધા શબ્દોમાં કહીએ તો આ કંપની માનવીના મગજ સાથે જોડાયેલી તકનીક પર કામ કરી રહી છે. આ કંપની પોતાના પહેલા દર્દી બાદ હવે બીજા દર્દીનું બ્રેઈન ચિપ દ્વારા ટેસ્ટ કરવા જઈ રહી છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે બુધવારે કહ્યું કે ન્યૂરાલિંક, પોતાના બીજા દર્દીના ટેસ્ટ આગળ વધારી રહી છે. કેમ કે મગજ અને કોમ્પ્યુટરને જોડનારી તકનીક ઝડપથી આગળ વધી રહી છે. જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાઈવ સ્ટ્રીમ દરમિયાન ઈલોન મસ્ક અને ન્યૂરાલિંકની ટીમે બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટને વ્યાપકરીતે ઉપલબ્ધ કરાવવામાં કંપનીની પ્રગતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા.

પ્રથમ દર્દી પર ચિપનો ટેસ્ટ થઈ ચૂક્યો છે

આ પહેલા જાન્યુઆરીમાં ન્યૂરાલિંકે એક વ્યક્તિના મગજમાં ડિવાઈસનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ વ્યક્તિ ગોતાખોરી દરમિયાન થયેલી દુર્ઘટનામાં ખભાથી નીચે સુધી લકવાગ્રસ્ત થઈ ગયો હતો. ન્યૂરાલિંકમાં થયેલા ઈમ્પ્લાટેશન બાદ આ વ્યક્તિએ શતરંજ, વીડિયો ગેમ રમવા અને પોતાના મગજથી કોમ્પ્યુટર સ્ક્રીનને નિયંત્રિત કરી.

ન્યૂરાલિંક ચિપ શું છે

ઈલોન મસ્કને ટેકનોલોજીમાં ખૂબ રસ છે અને તે આ ક્ષેત્રે હંમેશા કંઈ નવું કરવાનું વિચારીને રાખે છે. ન્યૂરાલિંક તેમના આ વિચારનું પરિણામ છે. ન્યૂરલ ઈન્ટરફેસ ટેકનોલોજી વાળી આ કંપની પોતાની એક ખાસ ચિપને લઈને ખૂબ ચર્ચામાં છે. જોકે ન્યૂરાલિંક, એક એવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર્ડ માઈક્રો ચિપ છે જે બ્રેઈનની એક્ટિવિટીને રેકોર્ડ કરી શકે અને વાંચી શકે છે. ખાસ વાત એ છે કે તેની મદદથી લોકોને મગજની અક્ષમતાને દૂર કરવામાં મદદ મળશે. કંપનીનો દાવો છે કે આ ચિપ તમારા મનના વિચારોને જાણી શકે છે.

ઈલોન મસ્કનું કહેવું છે કે તે આ તકનીક દ્વારા લોકોને સુપર પાવર આપવા માગે છે. સાથે જ તે ઈચ્છે છે કે માનવ મગજ સામાન્યથી વધુ કુશળતા સાથે કાર્ય કરે.


Google NewsGoogle News