Get The App

મસ્કે નોટિસ આપ્યા વગર ટ્વિટરના વધુ 4400 કર્મચારીઓને હાંકી કાઢ્યા

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
મસ્કે નોટિસ આપ્યા વગર ટ્વિટરના વધુ 4400 કર્મચારીઓને હાંકી કાઢ્યા 1 - image


- ટ્વિટરના કર્મચારીઓના ફૂડ પાછળ વર્ષે રૂ. 105 કરોડનો ખર્ચ : મસ્ક

- ટ્વિટર  ખૂબ સ્લો થયાની વ્યાપક ફરિયાદ : ઈલોન મસ્કે યુઝર્સની માફી માગીને કાયમી ઉકેલની ખાતરી આપી

વૉશિંગ્ટન : ઈલોન મસ્કે ટ્વિટરના વધુ ૪૦૦૦ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર હાંકી કાઢ્યા છે. ઈલોન મસ્કે જ તેની જાણકારી આપતી ટ્વીટમાં લખ્યું હતું કે આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ પર કુલ ૫૫૦૦ કર્મચારીઓ કાર્યરત છે. બીજી તરફ ટ્વિટર ખૂબ જ સ્લો થઈ જતાં મસ્કે યુઝર્સની માફી માગી હતી.

ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત કુલ ૫૫૦૦માંથી ૪૪૦૦ને નોટિસ આપ્યા વગર રવાના કરી દીધા હતા. આ અંગેની જાણકારી ખુદ ટ્વિટરના માલિકે જ આપી હતી. મસ્કે કહ્યું હતું કે નવીનીકરણના ભાગરૂપે આ કર્મચારીઓને રજા આપવામાં આવી છે.

બીજી તરફ ટ્વિટર ખૂબ જ સ્લો થઈ જતાં વ્યાપક ફરિયાદ ઉઠી હતી. એ પછી ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સની માફી માગતા કહ્યું હતું કે હવે પછી ટ્વિટર સ્લો ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે અને ખાસ ટૂલ વિકસાવવાની દિશામાં પણ પગલાં ભરાઈ રહ્યા છે. તમામ કંપનીઓને ટ્વિટર ખાસ સુવિધા આપશે કે જેના કારણે એ કંપનીઓને તેમની સાથે સંલગ્ન એકાઉન્ટની જાણકારી મળશે.

મસ્કે ટ્વિટર કર્મચારીઓને અપાઈ રહેલા ફૂડની બાબતે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. મસ્કે દાવો કર્યો હતો કે વર્ષે ટ્વિટરના કર્મચારીઓનું ફૂડનું બિલ ૧.૩ કરોડ ડોલર યાને અંદાજે ૧૦૫ કરોડ રૂપિયા જેટલું તોતિંગ આવે છે. મસ્કે તો ત્યાં સુધી કટાક્ષ કર્યો હતો કે વર્ક ફ્રોમ કરતાં ટ્વિટરના કર્મચારીઓ ભલે ઓફિસ આવતા નથી, પરંતુ તેમનું લંચ બિલ કંપનીને તોતિંગ આવી રહ્યું છે. એમ કહીને મસ્કે ટ્વિટરમાં ચાલતી ગરબડો અંગે ઈશારો કર્યો હતો અને આ વ્યવસ્થા બંધ કરવાનો સંકેત આપ્યો હતો.


Google NewsGoogle News