બાંગ્લાદેશની અવળચંડાઇ શરૂ: આ પડોશી દેશ સાથે મળીને કાપડ નિકાસ મામલે કર્યો મોટો ખેલ
India-Bangladesh Relation : બાંગ્લાદેશની વચગાળાની સરકારની કમાન સંભાળ્યા બાદ મોહમ્મદ યુનુસ સતત ઢાકાને ભારતથી દૂર લઈ જઈ રહ્યાં છે. તેવામાં બાંગ્લાદેશે કાપડ નિકાસને લઈને મોટો ખુલાસો કર્યો છે. જેમાં સૌથી વધુ કાપડનું ઉત્પાદન કરતાં બાંગ્લાદેશે તેનું ઉત્પાદન વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે ભારતને સાઇડલાઇન કરવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ પ્રમાણે, બાંગ્લાદેશે કાપડ નિકાસને દુનિયામાં વિતરણ કરવા માટે માલદીવના માધ્યમથી મોકલવાનો વિકલ્પ પસંદ કર્યો. યુનુસના નેતૃત્વ વાળી વચગાળાની સરકારના આ નિર્ણયથી ભારતના એરપોર્ટ અને બંદરોની કાર્ગો આવકની સંભાવનાઓને નુકસાન થશે.
એરપોર્ટ-બંદરો કાર્ગોને સંભાળવાની આવક ગુમાવશે?
લાઇવમિન્ટે એમએસસી એજન્સી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દીપક તિવારીને ટાંકીને જણાવ્યું હતું કે બાંગ્લાદેશી માલ અગાઉ ભારતીય એરપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હતો, પરંતુ હવે તેઓ અન્ય સ્થળોથી શિપમેન્ટને ડાયવર્ટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ફેરફારોનો અર્થ એ છે કે ભારતના એરપોર્ટ અને બંદરો આ કાર્ગોને હેન્ડલ કરવાથી મળતી આવકમાં નુકસાન થશે.
સમુદ્રના રસ્તેથી માલદીવ કાપડની નિકાસ
રિપોર્ટ પ્રમાણે, બાંગ્લાદેશ તેની કાપડ નિકાસ સમુદ્રના રસ્તેથી માલદીવ મોકલી રહ્યાં છે. આ પછી H&M અને ઝારા સહિત વૈશ્વિક ગ્રાહકોને હવાઈ માર્ગે કાર્ગો મોકલવાય છે. કાપડ નિકાસના રૂટમાં બદલવાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર સંબંધો નબળા થઈ શકે છે. તેનાથી લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તકો ઘટી શકે છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં આખરે હિન્દુઓની ધીરજ ખૂટી! અત્યાચારથી કંટાળેલા હજારો લોકો માર્ગો પર ઊતર્યા
ભારત સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે બાંગ્લાદેશની કાપડની નિકાસ ભારતીય હિતો માટે ફાયદાકારક રહે. બાંગ્લાદેશી કાપડની નિકાસનો નોંધપાત્ર હિસ્સો બાંગ્લાદેશમાં હાજર ભારતીય કંપનીઓની માલિકીની અથવા સંચાલિત સુવિધાઓ અથવા ફેક્ટરીઓમાં ઉત્પન્ન થાય છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતો જણાવ્યું કે, બાંગ્લાદેશનો આ નિર્ણય સપ્લાઈ ચેનમાં વધુ નિયંત્રણ લાવવા અને શિપમેન્ટની સમય સીમા પૂરી કરવાનો છે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સના એસોસિએશનના અધ્યક્ષ અરુણ કુમારનું કહેવું છે કે, આ નવો માર્ગ બાંગ્લાદેશને વધુ વિશ્વસનીયતાની સાથે રાજકીય લાભ પ્રદાન કરે છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ ભારતીય બંદરો પર નિર્ભરતા ટાળીને તેની સપ્લાય ચેઇન પર વધુ નિયંત્રણ સુનિશ્ચિત કરી રહ્યું છે.