પાકિસ્તાનમાં ઐતિહાસિક કૃષ્ણ મંદિરને તોડી મદરેસામાં ફેરવવાની હિલચાલ, વિડિયો વાયરલ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં ઐતિહાસિક કૃષ્ણ મંદિરને તોડી મદરેસામાં ફેરવવાની હિલચાલ, વિડિયો વાયરલ 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 3. ડિસેમ્બર. 2023 રવિવાર

લઘુમતીઓ પર અત્યાચાર કરવા માટે અને તેમના ધાર્મિક સ્થળો તોડવા માટે કુખ્યાત બનેલા પાકિસ્તાનમાં વધુ એક મંદિર તોડીને તેને મદરેસામાં ફેરવવાનો વિડિયો વાયરલ થઈ  રહ્યો છે.

પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના અહમદપુર લુમ્મા નામના શહેરમાં એક કૃષ્ણ મંદિરને તોડીને ત્યાં મદરેસા બનાવવાની હિલચાલ થઈ રહી છે.જેનો વિડિયો વાયરલ થયા બાદ વિવાદ શરુ થઈ રહ્યો છે.

વાયરલ વિડિયોમાં મંદિર બતાવવામાં આવી  રહ્યુ છે અને તેમાં કૃષ્ણ મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે.આ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ સ્થાપિત કરાઈ હતી.મંદિર પોતાના ઐતહાસિક મહત્વ માટે પણ જાણીતુ છે.ઘણા વર્ષોથી આ મંદિર શહેરનો હિસ્સો હતુ.મંદિરને સાંસ્કૃતિક વિરાસતનુ પ્રતિક માનવામાં આવતુ હતુ.જોકે હવે મંદિર તોડીને મદરેસા બનાવવામાં આવશે તેવી ચર્ચા વેગ પકડી રહી છે.

વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચણતર કરી દેવાયુ છે.મદરેસા સાથે જોડાયેલા એક વ્યક્તિ કહી રહ્યા છે કે, 50 વર્ષથી વધારે સમયથી તેને મસ્જિદ અને મદરેસા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યુ છે.મંદિરની અંદર બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.


Google NewsGoogle News