ગાઝાથી હટો, નહીં તો આતંકવાદી માનીશું', ઈઝરાયલે પેલેસ્ટાઈનના નાગરિકોને આપી સ્પષ્ટ ચેતવણી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ગાઝાથી હટો, નહીં તો આતંકવાદી માનીશું', ઈઝરાયલે પેલેસ્ટાઈનના નાગરિકોને આપી સ્પષ્ટ ચેતવણી 1 - image


Image Source: Twitter

- આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે

નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

Israel-Hamas Palestine Conflict: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના 16 દિવસ થઈ ગયા છે. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટી પર હુમલા વધારી દીધા છે. હમાસ વિરુદ્ધ એર સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોને વધુ નુકશાન થાય તે માટે હવે ઈઝરાયેલે પેલેસ્ટિનિયનોને નોર્થ ગાઝા છોડીને દક્ષિણ તરફ જવા માટે સ્પષ્ટ ચેતવણી આપી છે.

ઈઝરાયેલની સેના દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ આવું નહીં કરે તો તેને આતંકવાદી સંગઠનનો મદદગાર સમજવામાં આવશે. ઈઝરાયેલી સેના દ્વારા જારી કરાયેલા કાર્ડ મેસેજને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ અને લોગો સાથે ચિન્હિત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ પ્રકારના મેસેજ ગાઝા પટ્ટીમાં મોબાઈલ ફોનમાં ઓડિયો મેસેજ દ્વારા પણ લોકોને સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે.

ગાઝાથી હટો, નહીં તો આતંકવાદી માનીશું

આ ચેતવણીમાં કહેવામાં આવ્યું કે, વાદી ગાઝાના નોર્થમાં કહેવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. સેનાએ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ પણ નોર્થ ગાઝા છોડીને દક્ષિણ તરફ નહીં જશે તો તેમને આતંકવાદી સંગઠનના એક સહયોગી સમજવામાં આવશે.

ગાઝાનો એક હિસ્સો દક્ષિણી ગાઝા અને બીજો હિસ્સો નોર્થ ગાઝા કહેવાય છે. વાદી ગાઝા એટલા માટે ઓળખાય છે કારણ કે, તે વાદી નદીની આસપાસ સ્થિતિ છે. આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. 

સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી

ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેમનો એ લોકો પર કોઈ પણ પ્રકારનો કોઈ હુમલો કરવાનો કે નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નથી કે જે લોકો આતંકવાદી જૂથના સભ્યો નથી.

ઈઝરાયેલે અગાઉ પેલેસ્ટિનિયનોને દક્ષિણ તરફ જવા માટે આગ્રહ કર્યો હતો. જોકે પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે, તેઓને અગાઉથી કહેવામાં આવ્યું ન હતું કે જો તેઓ આમ નહીં કરે તો તેમને 'આતંકવાદી' સમર્થક ગણી શકાય છે. હવાઈ ​​હુમલા વચ્ચે હવે દક્ષિણ તરફ જવું વધુ જોખમી બની ગયું છે.



Google NewsGoogle News