VIDEO: ભૂસ્ખલન બાદ પહાડ નીચે નીકળ્યો અબજોનો ખજાનો, લૂંટવા માટે ઉમટી પડી ભીડ
Copper Democratic Republic : સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં એક પહાડ અચાનક તૂટી પડતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને ત્યાં હાજર લોકો ચીસા- ચીસ કરવા લાગ્યા હતા. આ ચોંકાવનારો વીડિયો ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો (DRC)ના કટાંગા પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં એક બાજુ આ દુર્ઘટનાના ભયાનક દ્રશ્યે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તો બીજી બાજુ આ વિનાશએ દેશનું ભાગ્ય બદલી નાખ્યું, જાણો કેવી રીતે?
જોત જોતામાં આખો પર્વત તૂટી પડ્યો
એક રિપોર્ટ પ્રમાણે ડીઆર કોંગોના ખનિજ સમૃદ્ધ કટાંગા ક્ષેત્રમાં એક પર્વત અચાનક તૂટી પડ્યો હતો. વાયરલ ફૂટેજમાં સેંકડો લોકો ઘટનાસ્થળ પર જોવા મળી રહ્યા છે. પહાડ પડતાની સાથે જ ત્યાં હાજર લોકો દોડીને પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. આ દરમિયાન કેટલાક લોકોએ આ ભયાનક દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ વિવિધ કોમેન્ટ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો જોયા પછી કેટલાક લોકો આફ્રિકામાં ગરીબીની સમસ્યા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો વળી કેટલાક લોકો પશ્ચિમી દેશોની દખલગીરીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વાયરલ વીડિયોને જોઈને એક યુઝરે લખ્યું છે કે, 'આ આફ્રિકાનો ગરીબ દેશ છે, હું સમજી શકતો નથી કે આ કેવી રીતે થયું?'
ભયાનક દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડી ઉઠ્યા
ઉલ્લેખનીય છે કે, કોપર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સૌથી મૂલ્યવાન કુદરતી સંસાધનોમાંનું એક છે. દેશમાં તાંબાના વિશાળ ભંડાર છે, જે મુખ્યત્વે કટાંગા પ્રદેશ (હવે હૌત-કટંગા પ્રાંત)માં આવેલો છે, જે મધ્ય આફ્રિકન કોપરબેલ્ટનો એક ભાગ છે, જે વિશ્વનો સૌથી મોટો અને સૌથી સમૃદ્ધ ખનિજ બેલ્ટ છે.
આ પ્રદેશમાં કોબાલ્ટ, યુરેનિયમ, ટીન અને ઝીંકનો ભંડાર
તમને જાણીને નવાઈ લાગશે કે, ડીઆર કોંગો વિશ્વના સૌથી મોટા ઉચ્ચ-ગ્રેડ કોપર રિઝર્વનું ભંડાર ઘર છે. કટાંગાનું તાંબુ તેની ઉચ્ચ ગુણવત્તા અને પ્રમાણમાં ઓછા ઉત્પાદન ખર્ચ માટે જાણીતું છે, જે તેને વૈશ્વિક બજારોમાં અત્યંત સ્પર્ધાત્મક બનાવે છે. આ પ્રદેશમાં કોબાલ્ટ, યુરેનિયમ, ટીન અને ઝીંક જેવા અન્ય મૂલ્યવાન ભંડાર પણ છે.