આ છે દુનિયાનું સૌથી મોંઘું લાકડું, એક કિલોમાં જ બની જશો લાખોપતિ
નવી દિલ્હી,તા. 13 માર્ચ 2023, સોમવાર
Most Expensive Wood: દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. તમે વિચારતા જ હશો કે, સૌથી મોંઘું અને મૂલ્યવાન તો સોનું છે પરંતુ જો આપણે લાકડાની વાત કરીએ તો ચંદન સૌથી મોંઘું લાકડું છે પણ તમારું અનુમાન ખોટું છે.
વિશ્વનું સૌથી મોંઘું લાકડું
આજે અમે તમને એક એવા વૃક્ષના લાકડા વિશે જણાવી રહ્યા છીએ, જેનો ભાવ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આ છોડ રોપીને જો તમે માત્ર એક કિલો લાકડું જ વેચશો તો પણ એક શાનદાર લક્ઝરી કાર ખરીદવા જેટલી કમાણી કરી શકશો. આ લાકડું છે-આફ્રિકન બ્લેકવુડ. તેને વિશ્વનું સૌથી મોંઘું લાકડું કહેવામાં આવે છે.
આ દુર્લભ લાકડું મધ્ય અને દક્ષિણ આફ્રિકાના 26 દેશોમાં જોવા મળે છે. આ ઝાડના એક કિલો લાકડાની કિંમત 7-8 લાખ રૂપિયા છે. આટલા પૈસાથી તમે કાર ખરીદી શકો છો. જો તમે કાર નથી ખરીદતા તો તમે પાર્ટનર સાથે ઈન્ટરનેશનલ ટૂર તો ચોક્કસથી કરી શકો છો.
આફ્રિકન બ્લેકવુડની વધતી જતી દાણચોરી:
આ ઝાડનું લાકડું કાળું હોય છે. ઝાડની ઊંચાઈ 25-40 ફૂટ છે. અન્ય વૃક્ષોની સરખામણીમાં આફ્રિકન બ્લેકવુડની સંખ્યા ઘટી રહી છે. તેના છોડ રોપ્યા પછી તેને વૃક્ષ બનવામાં અંદાજે 60 વર્ષ લાગે છે. આ વૃક્ષો માત્ર આફ્રિકન દેશોના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જ જોવા મળે છે. આ જ કારણ છે કે કેન્યા અને તાન્ઝાનિયા જેવા દેશોમાં આ કાળા લાકડાની ગેરકાયદેસર દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા તસ્કરો આ ઝાડને કાપીને રાતોરાત લઈ જાય છે તેથી જ આ વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. વિશ્વભરમાં આફ્રિકન બ્લેકવુડના મોટાપાયે ખરીદદારો છે.
લાકડાનો ઉપયોગ શું છે ?
આફ્રિકન બ્લેકવુડ તેની દુર્લભતાને કારણે મોંઘું અને ખર્ચાળ છે. ઘણા લક્ઝરી ફર્નિચર અને કેટલાક ખાસ સંગીતનાં સાધનો એટલે કે શહનાઈ, વાંસળી સહિતના વાજિંત્રો તેમાંથી બનાવવામાં આવે છે. એક સમયે આફ્રિકન બ્લેકવુડમાંથી માચિસ પણ બનાવવામાં આવતી હતી પરંતુ હવે આ લાકડું એટલું દુર્લભ બની ગયું છે કે તેનો ઉપયોગ માત્ર શ્રીમંત પરિવારોના ફર્નિચર અને સંગીતનાં સાધનો માટે જ થઈ રહ્યો છે. Hi-Fi કિંમત હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેની મજબૂત માંગ છે.