મેક્સિકોના આ 9 શહેરો વિશ્વમાં સૌથી ખતરનાક, હત્યા મામલે ટોપ પર

સાર્વજનિક સુરક્ષા અને અપરાધિક ન્યાય માટે નાગરિક પરિષદે વર્ષ 2022માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો

આ સંસ્થા વર્ષ 2013થી દેશમાં મર્ડર રેટ્સને ટ્રેક કરી રહી છે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
મેક્સિકોના આ 9 શહેરો વિશ્વમાં સૌથી ખતરનાક, હત્યા મામલે ટોપ પર 1 - image
Image  Wikipedia

તા. 27 ઓક્ટોબર 2023, શુક્રવાર

Mexico's Most Violent City, Colima : વિશ્વમાં કેટલાક દેશો તેના વિવિધ રીત જાણીતા હોય છે. કોઈ દેશ ટેક્નોલોજી ક્ષેત્રે, કોઈ આરોગ્ય ક્ષેત્રે, કોઈ સુરક્ષાની દ્રષ્ટિએ વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે, તો કોઈ ગુનાહિત પ્રવૃતિમાં પોતાની છાપ ધરાવતો હોય છે. જેમા આવા જ એક દેશનું નામ આવે છે મેક્સિકોનું. આ મેક્સિકો દેશના 9 શહેર એવા છે કે સૌથી વધારે હત્યાના મામલે ટોપ પર છે. 

નાગરિક પરિષદે વર્ષ 2022માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો

સાર્વજનિક સુરક્ષા અને અપરાધિક ન્યાય માટે નાગરિક પરિષદે વર્ષ 2022માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ સંસ્થા વર્ષ 2013થી દેશમાં મર્ડર રેટ્સને ટ્રેક કરી રહી છે. આ સંશોધનમાં એ દેશોના શહેરોને સામેલ કરવામાં નથી આવ્યા જ્યાં યુદ્ધ જેવો માહોલ છે. 

હત્યાના મામલે દુનિયામાં સૌથી વધારે ખતરનાર માનવામાં આવે છે

ટોપ 10 માંથી 9 શહેર મેક્સિકોના છે. જેને હત્યાના મામલે દુનિયામાં સૌથી વધારે ખતરનાર માનવામાં આવે છે. માત્ર અમેરિકાનું ન્યુ ઓર્લિયાન્સ છે જે હત્યાના મામલે આઠમા સ્થાન પર આવે છે. આ શહેરમાં હોમીસાઈડ એટલે કે હત્યાનો દર 1 લાખ નાગરિકોમાં 70.6 નાગરિકો પ્રમાણે છે. 

મેક્સિકોનું કોલિમા શહેર, જેનો રેટ 181.9  લોકો પ્રતિ 1 લાખ નાગરિક 

યાદીમાં ટોપ પર આવે છે મેક્સિકોનું કોલિમા શહેર, જે 181. 9  લોકો પ્રતિ 1 લાખ નાગરિકનો દર છે. જ્યારે બીજા સ્થાન પર  જેમોરા આવે છે. જનો દર 177 મોત પ્રતિ 1 લાખ નાગરિક છે. આ ઉપરાંત તિજુઆના અને જુઆરેઝ ઉત્તરપશ્ચિમમાં યુનાઇટેડ સ્ટેટ્સની બોર્ડર પર આવેલા છે. 2018 અને 2019 બંનેમાં તિજુઆના સૌથી વધુ હિંસક શહેર હતું. જુઆરેઝ 2010માં આ યાદીમાં ટોપના સ્થાનમાં  રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી સતત ટોચના 10ની યાદીમાં છે.


Google NewsGoogle News