Get The App

'2 ઈરાની એજન્ટ, 3 રૂમ અને એક બોમ્બ..' હમાસ વડાનો મોસાદે આ રીતે કરી દીધો ખાત્મો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
'2 ઈરાની એજન્ટ, 3 રૂમ અને એક બોમ્બ..' હમાસ વડાનો મોસાદે આ રીતે કરી દીધો ખાત્મો 1 - image


Hamas Chief Death : ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ઈરાની સુરક્ષા એજન્ટોને તેહરાનમાં હમાસના રાજનૈતિક નેતા ઈસ્માઈલ હાનિયા જ્યાં રોકાયા હતા ત્યાં વિસ્ફોટકો પ્લાન્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, શરૂઆતમાં મે મહિના દરમિયાન ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કાર વખતે તેહરાન પહોંચેલા હાનિયાને મારી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ઓપરેશન રદ કર્યું

મળતી માહિતી પ્રમાણે, બે ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હોવાથી ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. આમ સફળતાની આશા ઓછી દેખાતાં ઓપરેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મોસાદના નિર્દેશન માટે કાર્યરત બે એજન્ટોએ ઉત્તરી તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ (IRGC) ગેસ્ટહાઉસના ત્રણ અલગ-અલગ રુમમાં વિસ્ફોટક ઉપકરણ રાખવામાં આવ્યાં હતા. હાનિયા અહીંયા રોકાવવાની સંભાવના હોવાથી રાજનૈતિક સ્તરે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. 

વિસ્ફોટક બ્લાસ્ટ કરતાં હાનિયાનું મોત નીપજ્યું

રિપોર્ટ પ્રમાણે, ઈરાની અધિકારી પાસે રહેલાં સર્વેલન્સ ફૂટેજમાં એજન્ટો ગુપ્ત રીતે ફરતાં નજરે ચડ્યાં હતા. ફૂટેજમાં જોવા મળે છે કે એજન્ટો કેટલાય રુમમાં જાય છે અને થોડીવાર પછી બહાર આવે છે. જેમાં એજન્ટો દ્વારા ઉપરકરણ ઈન્સ્ટોલ કર્યા પછી ચૂપચાપ ઈરાનમાંથી બહાર જતા રહે છે. પરંતુ તેના સાગરિતો દેશની અંદર જ હાજર હતા. ગઈ કાલે (2 ઓગસ્ટે) સવારના બે વાગ્યા ઓપરેટિવ દ્વારા લગાવવામાં આવેલા રુમમાં વિસ્ફોટક બ્લાસ્ટ કરતાં હાનિયાનું મોત નીપજ્યું હતું. 

IRGCના અધિકારીએ શું કહ્યું?

IRGCના અધિકારીએ હાનિયાના મોતની પુષ્ટિ કરી હતી. મોસાદે અંસાર-અલ-મહદી સુરક્ષા માટે એજન્ટોને નિયુક્ત કરવામાં આવ્યાં હતા. આ એજન્ટો પાસે દેશની અંદર અને બહારના નેતાઓ અને અધિકારીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. IRGCના અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઈરાન માટે આ અપમાનજનક વાત હોવાની સાથે સુરક્ષાને લઈને ક્યાંકને ક્યાંક ચૂક થઈ છે. જેને લઈને રણનીતિ બનાવવા એક ચોક્કસ સમુહ બનાવામાં આવ્યું છે.'

મોસાદ કઈ રીતે કામ કરે છે.

મોસાદ ત્રણ મિલિયન ડોલરના વાર્ષિક બજેટ અને 7000 કર્મચારીઓ ધરાવતી CIA પછી પશ્ચિમની બીજી સૌથી મોટી જાસૂસ એજન્સી છે. મોસાદના અનેક વિભાગ છે પરંતુ તેના આંતરિક સંરચનાને લઈને કોઈ પાસે એટલી જાણકારી નથી. મોસાદ માત્ર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોની અંદર એજન્ટ તરીકે કામ કરતું નેટવર્ક નથી, પરંતુ લેબનોન, સીરિયા અને ઈરાન જેવા દુશ્મન દેશોમાં પણ તેના એજન્ટો તૈનાત કરવામાં આવ્યાં છે. 

ઈરાનમાં નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં પહોંચેલા હાનિયાનું મોત

હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા 30 જુલાઈના દિવસે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથગ્રહણ સમારોહમાં ગયા હતા. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે મુલાકાત કરી હતી. જેના બીજી દિવસે હાનિયા જ્યાં રોકાયા હતા તે ઘરમાં બ્લાસ્ટ કરતાં તેમનું મોત નીપજ્યું હતું. 

'2 ઈરાની એજન્ટ, 3 રૂમ અને એક બોમ્બ..' હમાસ વડાનો મોસાદે આ રીતે કરી દીધો ખાત્મો 2 - image


Google NewsGoogle News