Get The App

ભૂકંપમાં ઉઘતું ઝડપાયું મોરકકો, બચાવ કામગીરીની પૂર્વ તૈયારી વિના મરણ આંક વધારે

ભુકંપની ૧૯ મીનિટ પછી ફરી ૪.૯ ની તીવ્રતાનો નવો આંચકો આવ્યો હતો.

હજુ પણ કાટમાળ નીચે માનવજીંદગીઓ દબાયેલી હોવાનું માનવામાં આવે છે

Updated: Sep 9th, 2023


Google News
Google News
ભૂકંપમાં ઉઘતું ઝડપાયું મોરકકો,  બચાવ કામગીરીની પૂર્વ તૈયારી વિના મરણ આંક વધારે 1 - image


મોરકકો,૯ સપ્ટેમ્બર,૨૦૨૩,શનિવાર 

આફ્રિકાના મોરકકોમાં આવેલો શકિતશાળી ભૂકંપ સૌથી વધુ ચર્ચામાં છે. મોરકકો ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોના મુત્યુ થતા દુનિયાના વિવિધ દેશો સંવેદના વ્યકત કરી રહયા છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો મદદનો હાથ લંબાવવા પણ તૈયારી કરી રહયા છે. મોરકકોમાં ભૂકંપ શકિતશાળી હતો તેમ છતાં બચાવ કામગીરીની પૂર્વ તૈયારી નહી હોવાથી મરણ આંક ૮૦૦ કરતા વધારે છે હજુ પણ કાટમાળ નીચે માનવજીંદગીઓ દબાયેલી હોવાનું માનવામાં આવે છે આથી મુત્યુદર વધી શકે છે. મોરકકોમાં ૮ સપ્ટેમ્બર શુક્વારના રોજ ભારતીય સમય મુજબ સવારે ૩.૪૧ વાગે આવ્યો હતો. ભૂકંપતી તીવ્રતા ૬.૮ રીકટર સ્કેલ પર હતી. 


ભૂકંપમાં ઉઘતું ઝડપાયું મોરકકો,  બચાવ કામગીરીની પૂર્વ તૈયારી વિના મરણ આંક વધારે 2 - image

૬.૮ના ભુકંપની ૧૯ મીનિટ પછી ફરી ૪.૯ ની તીવ્રતાનો નવો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મારાકેચથી લગભગ ૭૦ કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં ઇઘિસ શહેર હતું. એપીના અહેવાલ અનુસાર નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ જિયો ફિઝિકસના ભૂકંપ વિભાગના વડાએ મીડિયાને જણાવ્યું હતું કે ભૂકંપ અત્યાર સુધીનો સૌથી ખતરનાક હતો. મોરકકો શહેર ભુકંપનો સામનો કરવા તથા બચાવ કામગીરી માટે સજજ ન હતું.

મોરકકોમાં ૧૯૬૦માં ભૂકંપે હાહાકાર મચાવ્યો હતો ત્યાર પછી માળખાકિય બાંધકામો અને ડિઝાઇનમાં પરિવર્તન લાવવામાં આવ્યું હતું. તેમ છતાં જરી પુરાણા બાંધકામો અને તેમાં રહી ગયેલી ખામીઓ ભૂકંપે ઉજાગર કરી છે. મારાકેચમાં યુનેસ્કોના  વિશ્વ ધરોહર સ્થળ ગણાતા જૂના નગરોમાં પણ ખૂબ નુકસાન થયું છે. પશ્ચિમી ભૂમધ્યસાગરમાં મોરકકો પાસે વિનાશકારી ભુકંપની શકયતા રહેલી છે. મોરકકોના ઉત્તર દિશા તરફના ભાગોમાં પણ ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. મોરકકોનો મોટો ભાગ આફ્રિકન અને યૂરેશિયન પ્લેટસની વચ્ચે વસેલો છે આથી ભૂકંપની કુદરતી આફતો આવતી રહે છે. 

Tags :
Morocco-earthquakepowerful-disasterdeath-toll-risesrescue-opretionsUNESCOheritage-damage

Google News
Google News