Get The App

તાલિબાનોએ ઠેર ઠેર પાથરેલી સુરંગોને લીધે 500 થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, ઘણાના મૃત્યુ થયા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
તાલિબાનોએ ઠેર ઠેર પાથરેલી સુરંગોને લીધે 500 થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, ઘણાના મૃત્યુ થયા 1 - image


- અફઘાન તાલિબાનોને હાથના કર્યા હૈયે વાગ્યા

- બીજી તરફ અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ પ્રવર્તે છે, WFPએ કહ્યું : ફંડના અભાવે 70 લાખથી વધુ ભૂખમરામાં છે

કાબુલ : અફઘાનિસ્તાનના ૨૬ પ્રાંતો પૈકી જુદા જુદા સ્થળોએ મળી કુલ ૬૫ ચો.કી.મી. જેટલી જમીન ઉપર જુદે જુદે સ્થળોએ સુરંગો પથરાયેલી છે. તેમાં ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ દીવાઈસીઝ (આઈઈડી) હોય છે. ''યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ફંડ'' (યુનિસેફ) જણાવે છે કે ૨૦૨૪ ના વર્ષમાં તે સુરંગોના થયેલા વિસ્ફોટોને લીધે ૫૦૦ થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી, તે પૈકી કેટલાયેના મૃત્યુ થયા હતા. આ સુરંગો અફધાન તાલિબાનોએ મૂળ તો તેમની સામે પડનારા તે સમયની કારઝાઈ સરકારના સૈન્યને તથા તેને સાથ આપનારા વિદેશી સૈન્યોને આગળ વધતા અટકાવવા પાથરી હતી. પરંતુ અણધડ તાલિબાનોએ તે સુરંગો કોઈ આયોજન સિવાય જ જ્યાં ત્યાં પાથરી દીધી હતી.

સામાન્ય રીતે સામેના લશ્કરના સૈનિકોને આગળ વધતા અટકાવવા તમામ સેનાઓ ફ્રન્ટલાઈન અને તેની અંદરની બાજુએ સુરંગો પાથરે જ છે પરંતુ તેની ચોક્કસ પદ્ધતિ હોય છે. પોતાના સૈન્યના સૈનિકોના અગ્રણીઓને તેનો ''નકશો'' આપી દેવાય છે. જેથી સુરંગોની બે હારની વચ્ચેથી પોતાના સૈનિકો પસાર થઈ શકે.

અફઘાન તાલિબાનોએ તેવી કોઈ પદ્ધતિ વિચાર્યા સિવાય જ્યાં ત્યાં સુરંગો પાથરી દીધી હતી. હવે તેમાંથી ઘણી સુરંગો ફૂટયા વગરની રહી છે. તેની ઉપર પણ પડતા તેના વિસ્ફોટ થાય છે. તેથી અનેક બાળકોને ઈજાઓ થઈ છે. ઐ પૈકી ૫૦૦ તો અતિગંભીર બની ગયા છે, ઘણા મૃત્યુ પામ્યા છે. આમ અફઘાનિસ્તાનને તેના હાથના કર્યાં હૈયે વાગ્યા છે.

આટલું ઓછું હોય તેમ અફઘાનિસ્તાનમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તે છે. ભૂખમરો વ્યાપી રહ્યા છે. ઓછામાં ઓછા ૧૩ કરોડની વસ્તીમાંથી ૭૦ લાખ લોકો પાસે અનાજ નથી. વર્લ્ડ-ફૂડ-પ્રોગ્રામ (ડબલ્યુ.એફ.પી.) દ્વારા મોકલાતી ખાદ્યસામગ્રી ઓછી પડે છે. તે માટે વર્લ્ડ-ફૂડ-પ્રોગ્રામે બચાવ કરતા કહ્યું છે કે સંસ્થા પાસે તે માટે પુરતા ભંડોળો નથી.

આ સ્થિતિ ત્યાં છેલ્લા બે વર્ષથી પ્રવર્તે છે. ભારતે ૫૦૦૦ ટન ઘઉં મોકલ્યા ત્યારે શરૂઆતમાં પાકિસ્તાને તે ઘઉં લઈ જવા ટ્રક અને સરહદ ઉપર જ રોક્યા હતા. માંડ માંડ યુએનના પ્રતિનિધિએ સમજાવતા ટ્રક જવા દીધા. ત્યારે ભારતના જ નાગરિકો પૈકી કેટલાયે કહ્યું : ''જે અફઘાનિસ્તાનમાંથી આવતા ધાડાંઓએ ભારતને લુંટવામાં કૈં બાકી રાખ્યું ન હતું, તે જ અફઘાનિસ્તાનને ભારતના અન્ન પર જીવવાનો વારો આવી ગયો છે.''


Google NewsGoogle News