Get The App

ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા આ દેશમાં ત્રણ દિવસમાં 200 ભૂકંપ, સરકારની એડવાઇઝરી જાહેર

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા આ દેશમાં ત્રણ દિવસમાં 200 ભૂકંપ, સરકારની એડવાઇઝરી જાહેર 1 - image


Greece Earthquakes: ગ્રીસના સેન્ટોરિન આઇલેન્ડ પર સતત ભૂકંપના કારણે સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. ગત ત્રણ દિવસમાં એજિયન સાગરમાં 200થી વધારે ભૂકંપ આવ્યા છે, જેનાથી એક મોટા ભૂકંપની આશંકા વધી ગઈ છે. જેને ધ્યાને લઈ સરકારે તમામ શાળા બંધ કરી દીધી છે અને ઈમર્જન્સી ટીમ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત એજિયન સાગરની પાસે દ્વીપ પર પણ સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું પનામા, ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટથી પીછેહઠ કરી

સાવચેતી પગલાં રૂપે શાળાઓ કરાઈ બંધ

સેન્ટોરિનની સાથે અમોર્ગોસ, અનાફી અને આયોસ દ્વીપ પણ આ ભૂકંપની અસર થઈ છે. અહીં પણ સ્કૂલ-કોલેજો બંધ કરાઈ છે અને સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવા સરકારે તૈયારી કરી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. 

આ પણ વાંચોઃ દ.આફ્રિકામાં ભક્તો માટે સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્લું મૂકાયું, 14.5 એકરમાં બન્યું છે, જાણો તેની વિશેષતા

સ્થાનિકોમાં ભયનો માહોલ

ભૂકંપની તીવ્રતા મહત્તમ 4.8 નોંધાઈ છે. રવિવારે (2 ફેબ્રુઆરી) સેન્ટોરિન અને અમોર્ગોસ વચ્ચે આવેલાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. 


Google NewsGoogle News