વિશ્વની ૮ અબજ વસ્તીમાં ૨ અબજથી વધુ લોકોને પોષણક્ષમ ભોજનનો અભાવ
ભારતમાં ગરીબી નિવારવા માટેના પ્રયાસો છતાં કુપોષણ અને ભૂખમરો
બહેતર જીવન અને બહેતર ભવિષ્ય માટે ભોજનનો અધિકાર જરુરી
વોશિંગ્ટન, ૧૬ ઑકટોબર, ૨૦૨૪, બુધવાર
વર્તમાન સમયનો સૌથી મોટો કોઈ જો પડકાર હોયતો તે અન્ન સુરક્ષા અને ભૂખ છે. ખોરાકની કમી અને કુપોષણથી લાખો લોકો પીડાઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૪ની થીમ પર આધારિત બહેતર જીવન અને બહેતર ભવિષ્ય માટે ભોજનનો અધિકાર છે. દુનિયાની ૮ અબજથી વધુની વસ્તીમાં ટકાઉ ખોરાક અમે સંસાધનો સુધી બધા લોકોની પહોંચ નથી. યુએન સંસ્થા એફએઓની એક ચોંકાવનારી માહિતી મુજબ વિશ્વમાં ૨.૮ અબજ કરતાં વધારે લોકો સ્વસ્થ ભોજનનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી.
સ્વાસ્થ્ય માટે હાનિકારક ભોજન તમામ પ્રકારના કુપોષણનું મુખ્ય કારણ છે. સૂક્ષ્મ પોષક તત્ત્વોની કમીના લીધે મોટાપાની સમસ્યા દુનિયાના તમામ દેશોમાં જોવા મળે છે. મોટા ભાગના કમજોર લોકો ખાધ પદાર્થો પર નિર્ભર રહેવા માટે મજબૂર છે. ભારતમાં ગરીબી નિવારવા માટેના પ્રયાસો છતાં કુપોષણ અને ભૂખમરો જોવા મળે છે. જો કે ભારતમાં કેટલાક વર્ષોમાં ખાધ સુરક્ષાના શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત પરિવારો, બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે.
દર ૧૬ ઑક્ટોબર ૧૯૪૫માં સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન(એએફઓ)ના સ્થાપના દિવસની યાદમાં મનાવવામાં આવે છે. યુદ્ધ પછી ભૂખમરાની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે એએફઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠન ભૂખના મૂળ કારણો, ગરીબી, અસમાનતા અને કૃષિની અસમાનતાના લીધે પેદા થતી અન્ન સુરક્ષાનું સંકટ નિવારવા પ્રયાસ કરે છે.