મક્કામાં ભીષણ ગરમીથી ૧૩૦૦થી વધુ હજયાત્રી ઓના મોત, સાઉદી અરબના આરોગ્યમંત્રીની કબૂલાત
મૃતકોમાં ૮૦ ટકા પાસે હજયાત્રા માટેના જરુરી દસ્તાવેજ અને વીઝા ન હતા.
હજયાત્રીઓના મુત્યુ ગરમીના આઘાત તેમજ અન્ય કારણોથી થયા છે.
રિયાધ,૨૪ જૂન,૨૦૨૪,સોમવાર
સઉદી અરબમાં હજયાત્રા દરમિયાન ભીષણ ગરમીના લીધે ૧૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે પશ્ચિમી સઉદી અરબમાં આવેલા પવિત્ર મક્કાના સ્થળોની યાત્રા માટે દેશ વિદેશથી દર વર્ષે લાખો લોકો આવે છે. હજયાત્રીઓ મક્કા અને તેની આસપાસના ક્ષેત્રોમાં અનેક દિવસો સુધી સતત ચાલતા રહે છે.
પ્રાપ્ત મહિતી અનુસાર હજયાત્રામાં ૧૮ લાખથી વધુ લોકો ૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાન વચ્ચે હજયાત્રામાં જોડાયા છે. સઉદી અરબના આરોગ્યમંત્રી ફહાદ જલાજેલએ રવીવારે એક સ્થાનિક ટેલિવવિઝનને આપેલા સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે ૧૩૦૧ લોકો હજયાત્રીઓના મુત્યુ ગરમીના આઘાત તેમજ અન્ય કારણોથી થયા છે. મૃતકોમાં ૮૦ ટકા પાસે હજયાત્રા માટેના જરુરી દસ્તાવેજ અને વીઝા ન હતા. રહેઠાણ તથા યોગ્ય પ્રકારની પરિવહન સેવાઓનો ઉપયોગ નહી કરવાના લીધે મોત થયા છે.
સીએનના રિપોર્ટ અનુસાર મૃતક લોકોમાં અનેક બુઝુર્ગ અને લાંબા સમયથી બીમાર વ્યકિતઓ હતા. તમામ મૃતકોના પરિવારની ઓળખ થઇ ચુકી છે. યોગ્ય પરમિશન નહી ધરાવતા હજયાત્રીઓને પુરતી સુવિધા મળતી નથી. આ સુવિધાઓ તેમની પહોંચની બહાર હોય છે. આવા સંજોગોમાં ગેરકાયદેસર રીતે આવતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાય છે. આટલી મોટી સંખ્યામાં યાત્રીઓના મોત થવાથી સાઉદી અરબની લાયસન્સ અને વીઝા આપવાની વ્યવસ્થાની પણ ટીકા થઇ રહી છે.