Get The App

ભીષણ ગરમીને લીધે હાહાકાર, ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે વાંદરા, તાત્કાલિક પાણી-ફલની કરાઈ વ્યવસ્થા

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ભીષણ ગરમીને લીધે હાહાકાર, ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે વાંદરા, તાત્કાલિક પાણી-ફલની કરાઈ વ્યવસ્થા 1 - image


Image: Facebook

Death of Monkeys Due to Heat: મેક્સિકોના જંગલોમાં વૃક્ષો પરથી દુર્લભ હોઉલર વાંદરા પડી રહ્યા છે. ગરમીના કારણે તેમના મોત થઈ રહ્યા છે. પારો 45 ડિગ્રી સેલ્સિયસ પાર થઈ ચૂક્યો છે. 85 વાંદરાના મોત થઈ ચૂક્યા છે. મામલો એટલો ગંભીર થઈ ચૂક્યો છે કે દેશના રાષ્ટ્રપતિને આગળ આવવું પડ્યું છે.

ગરમીમાં માત્ર માણસોની હાલત ખરાબ થતી નથી. અન્ય જીવ-જંતુ પણ પરેશાન થઈ જાય છે. હીટવેવ કે હીટસ્ટ્રોકથી માત્ર માણસ મરતા નથી પરંતુ જાનવર પણ મરી જાય છે. મેક્સિકોના દક્ષિણપૂર્વમાં હાજર કોમલકાલ્કો વિસ્તારના જંગલમાં હોઉલર મંકીના મોત થઈ રહ્યા છે. કારણ છે ભયાનક ગરમી અને વધેલું તાપમાન.

હોઉલર મંકી મેક્સિકોની લુપ્ત પ્રજાતિના વાંદરા છે પરંતુ અત્યારે પડી રહેલી ગરમી અને લાંબા સમયથી ચાલી રહેલા દુકાળના કારણે આ વાંદરાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સમગ્ર દેશમાં ભયાનક ગરમી પડી રહી છે. આ અઠવાડિયે તબાસ્કો રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગઈ છે. તેના કારણે અત્યાર સુધી 85 હોઉલર વાંદરાના મોત થયા છે. આ સિવાય 17 માર્ચથી 11 મે સુધી 26 લોકોના મોત પણ હીટવેવના કારણે થયા છે.

તબાસ્કો સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે, આ વાંદરાના મોત ડિહાઈડ્રેશનના કારણે થયા છે. તબાસ્કો રાજ્યની ત્રણ મ્યુનિસિપાલિટીમાં વાંદરાના મોતના સમાચાર આવ્યા છે. સૌથી વધુ વાંદરાના મોત કોમલકાલ્કોના જંગલોમાં થયા છે. વન વિભાગના કર્મચારી અત્યારે આ વાંદરાના મૃતદેહોને જમા કરી રહ્યા છે.

પાણીના ટબ અને ફળોની વ્યવસ્થા થઈ રહી છે

આ સાથે જ તંત્રએ વાંદરાઓને બચાવવા માટે પાણીના મોટા-મોટા ટબ અને ખાવા માટે ફળોની વ્યવસ્થા કરી છે. જેથી હવે વધુ વાંદરાના મૃત્યુ ન થાય. મેન્ટલ્ડ હોઉલર મંકીને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કંજરવેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ આકરા પગલા ઉઠાવવાનો આદેશ આપ્યો

મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મેન્યૂઅલ લોપેજ ઓબ્રાડોર પણ તબાસ્કો રાજ્યથી જ છે. તેમણે કહ્યું કે અત્યારે ખૂબ ગરમી પડી રહી છે. હુ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યો છુ પરંતુ આ પહેલા મે ક્યારેય આટલી ગરમીનો અનુભવ કર્યો નથી. મને વાંદરાઓના મૃત્યુનું દુ:ખ છે અને હવે વધુ વાંદરા મરે નહીં. તેથી તંત્રની તમામ જરૂરી વ્યવસ્થા કરવાનું કહ્યું છે.

વાંદરાના મોતના પાછળના ઘણા કારણો પર નજર

મેક્સિકોના પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે અમે ગરમી, દુકાળ, હીટસ્ટ્રોક, ડીહાઈડ્રેશન, કુપોષણ અને પાક પર ઝેરીલા કેમિકલના છંટકાવ પર પણ નજર રાખી રહ્યા છીએ. જેથી તેના કારણે વાંદરાના મોત ન થાય. મેક્સિકોમાં યુકાટન હોઉલર મંકી પણ હોય છે. તે પણ જંગલ કાપવાના કારણે IUCN ની રેડ લિસ્ટમાં સામેલ છે.


Google NewsGoogle News