Get The App

Monkey Pox virus: પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Monkey Pox virus:  પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા 1 - image


Mpox : વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય એજન્સીએ તેને 'ગ્રેડ 3 ઈમરજન્સી' તરીકે વર્ગીકૃત કર્યું છે જેનો અર્થ છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. 

જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં 27,000થી વધુ કેસ નોંધાયા છે અને લગભગ 1100 મૃત્યુ થયા છે. કોંગોના કેટલાક ભાગો ઉપરાંત, આ વાયરસ હવે પૂર્વીય કોંગોથી રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યામાં ફેલાયો છે.

પાકિસ્તાનમાં મંકીપોક્સનો પહેલો કેસ જોવા મળ્યો

પાકિસ્તાની ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, જે વ્યક્તિને મંકીપોક્સ હોવાની જાણ થઈ છે. આ વ્યક્તિ દીર શહેરનો રહેવાસી હતો અને હાલમાં તે મર્દાનમાં રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે, 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ ચેપગ્રસ્ત વ્યક્તિને એમપોક્સ હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો: કોરોના બાદ વધુ એક મહામારીનો દુનિયાને ખતરો! WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી

એમપોક્સના લક્ષણો

  • તાવ આવવો
  • ત્વચા પર ફરીથી લાલ ફોલ્લીઓ
  • લસિકા ગાંઠોમાં સોજો
  • માથાનો દુખાવો
  •  સ્નાયુઓમાં દુખાવો 



Google NewsGoogle News