Get The App

4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે 1 - image


- દ.ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી સંદર્ભે આ યાત્રા મહત્વની છે

- મોદી વડાપ્રધાન લોરેન્સ વોન્ગ, પ્રમુખ ષણ્મુગરત્નમ્ અને વિદેશ મંત્રી બાલક્રિશ્નન સાથે પણ મંત્રણા કરવાના છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૪-૫ તારીખે સિંગાપુરની યાત્રાએ જવાના છે. આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે આ મુલાકાત અત્યંત મહત્વની બની રહેવાની છે. આ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ મજબૂત કરવા સઘન પ્રયાસો થશે.

વિશ્લેષકો માને છે કે પેસિફિક વિસ્તારના પૂર્વ છેડે રહેલા દ.ચીન સમુદ્રમાં વધી રહેલી ચીનની દાદાગીરીના સંદર્ભમાં મોદીની આ મુલાકાત અત્યંત મહત્વની બની રહેશે.

સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોન્ગનાં નિમંત્રણને માન આપી નરેન્દ્ર મોદીની આ મુલાકાત નિશ્ચિત કરાઈ હતી, તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ આર્થિક તેમજ વ્યાપારી સંબંધો વિષે તો ચર્ચા કરશે જ પરંતુ સૌથી વધુ ધ્યાન તો તેઓ વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા ઉપર આપશે. તેમાં પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પણ વિચારવામાં આવશે.

વડાપ્રધાન સિંગાપુરના પ્રમુખ થર્મન ષણ્મુગરત્નમની સાથે પણ મંત્રણા કરશે અને સિંગાપુરના વિદેશ મંત્રી વીવીયન બાલક્રિશ્નન તથા વરિષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરવાના છે.

ઉલ્લેખનીય છે કે તાજતેરમાં જ મળેલી ઈંડીયા-સિંગાપુર મિનિસ્ટ્રિયલ રાઉન્ડ ટેબલ પરિષદ સમયે વિત્તમંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલ તથા રેલવે અને આઈટી વિભાગના મંત્રી અશ્વિની વૈશ્નવે હાજરી આપી હતી. આ મીટીંગ પછી સિંગાપુરના વિદેશમંત્રી વીવીયન બાલક્રિશ્નને પત્રકારોને જણાવ્યું હતું કે, ૧ અબજ ૪૦ કરોડથી વધુ વસ્તી ધરાવતો દેશ હવે ઉચ્ચ કક્ષાના વિમાન ક્ષેત્રમાં પણ પ્રવેશી ચૂક્યો છે. આવી તક બે કે ત્રણ દાયકામાં ભાગ્યે જ મળે છે, અમારા માટે તો તે શ્રેષ્ઠ છે કે અમોને તેમાં આગળની બેઠકમાં બેસવાની તક મળી છે. (આ દ્વારા અમો સહકાર સ્થાપીએ છીએ).

બંને દેશો વચ્ચેની મંત્રી કક્ષાની મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે ડીજીટલ ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) સસ્ટેલીબિલિટી (સંબંધોની અતૂટતા), આરોગ્ય, પારસ્પરિક સઘન યાતાયાત, તથા ઉદ્યોગોે વિકાસ વિષે પણ ચર્ચા થઈ હતી. ભારત અને સિંગાપુર વચ્ચે ૨૦૨૩-૨૪ દરમિયાન ૩૫.૬૧ અબજ ડોલરનો વ્યાપાર થાય છે. સિંગાપુર ભારતનું ૬ઠ્ઠા ક્રમનું વ્યાપારી ભાગીદાર છે.

રણવીર જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે, સિંગાપુર જ્યાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બૂ્રનીની મુલાકાત લેવાના છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજદ્વારી સંબંધોની ૪૦મી જયંતિ સમયે યોજાવાની છે ત્યારે તેઓ બંને દેશો વચ્ચે સહકાર ઘનિષ્ટ કરવા મંત્રણા કરશે. અહીંથી તેઓ સિંગાપુર જવાના છે. સિંગાપુરથી ફીલીપાઈન્સ જવા જળમાર્ગ ઉપરનું તેલ સમૃદ્ધ બુ્રની વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ અતિ મહત્વનું છે.


Google NewsGoogle News