ન્યૂયોર્કમાં અમેરિકાના ટૉપ-ટેક-CEOની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને મોદીનું સંબોધન
- ગૂગલના સુંદર પીચાઈ, એડોબીના શાંતનુ નારાયણન, એક્સેન્ચ્યોરનાં જૂલી સ્વીટ અને NVIDIAના જેનસેન હુઆગ સહિત અનેક ઉપસ્થિત રહ્યા હતા
ન્યૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની અગ્રીમ ટેક-કંપનીઝના સીઈઓ સાથે ગઇકાલે ગોળમેજી પરિષદ યોજી હતી. તેમાં તેઓએ ભારતની વિકાસ સંભાવના દર્શાવતા, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર સ્થાપવા વિષે ચર્ચા કરી હતી.
રવિવારે ન્યૂયોર્કની ભારતવંશીયની લોદ્રે-ન્યૂયોર્ક- પેલેસ હોટેલના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ પરિષદમાં અમેરિકાની ૧૫ મહત્વની કંપનીઓના સીઈઓ સાથે ચર્ચા કરી હતી. તેમાં એ.આઈ., કવોન્ટમ કોમ્પ્યુટિંગ અને સેમી કન્ડકટર્સની ધારદાર ટેકનોલોજી ભારતમાં લાવવા અને વિકસાવવા વિષે ચર્ચા થઇ હતી. તેમ વડાપ્રધાને તેઓના ઠ પોસ્ટ પર લખ્યું.
આ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત યુએસની સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં હાર્દમાં મહત્વની અને નવી ઉભી થતી ટેકનોલોજી છે.
વડાપ્રધાન વધુમાં કહ્યું હતું કે, તેઓના વડાપ્રધાન પદની ત્રીજી મુદ્ત દરમિયાન, ભારતને વિશ્વની ત્રીજી સૌથી વિશાળ આર્થિક સત્તા બનાવવાની નેમ છે. તેથી તેઓએ અમેરિકાની ટોપની કંપનીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પરિષદ મેસેચ્યુએટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ તથા અમેરિકાની ટોચની ટેકનોલોજી ફર્મસ દ્વારા યોજવામાં આવી હતી. તેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એડોબેના સીઈઓ શાંતનું નારાયણ એકેસેચ્યોરનાં સીઈઓ જુલી સ્વીટ અને NVIDIA ના જેન્સેન હુયાંગ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગોળમેજી પરિષદમાં એ.એમ.ડી.ના સીઈઓ વિઝા સ્યુ, એસપીઆઈએનસીના સીઈઓ એન્ટિક લોરેન્સ, આઇબીએમના અરવિંદ ક્રિશ્ના, તાઉવાર અફયેન તથા મોડર્ના એન્ડ વેટિઝોન સીઈઓ હાન્સ વેસ્ટબર્ગ ઉપસ્થિત હતા.
આ સર્વેને કરેલા સંબોધનમાં વડાપ્રધાને તે ઉદ્યોગપતિઓને વડાપ્રધાને તેઓના ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસના રક્ષણની ખાતરી આપી હતી. સાથે કહ્યું હતું કે ભારત સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ગ્લોબલ હબ (વૈશ્વિક કેન્દ્ર) બનવા માગે છે.
આ ઉપરાંત તેઓએ એઆઈ ફોર ઓલ ની ઘોષણા કરવા સાથે તેના સિદ્ધાંતપૂર્વકના અને યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. સાથે તે ભારતમાં જ વિકસાવવા માટે પણ ઉપસ્થિત સમુહને અનુરોધ કર્યો હતો.