મોદી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશને UNની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે દબાણ કરશે
Narendra Modi : વૈશ્વિક રાજકીય મંચ ઉપર ભારતે સતત મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ તેઓને સ્ટારિંગ-રોલ (તારક સમાન ભૂમિકા) અપાવી દેશે તે નિશ્ચિત છે. મોદીએ હંમેશા પોતાને ગ્લોબલ-સાઉથ (વૈશ્વિક-દક્ષિણ)ના પ્રવકતા તરીકે પ્રગલ્લભિત કર્યા છે. તેઓને હવે બીજા પાંચ વર્ષ મળતાં તેઓ હવે વિશ્વના સૌથી સમર્થ અને શક્તિશાળી નેતાઓમાં સ્થાન મળી ગયું છે. પછી ભલે તેઓની પાર્ટીને સંસદમાં બહુમતી ન મળી હોવા છતાં તેઓ વિશ્વના વરિષ્ટ નેતાઓમાં સ્થાન પામી ગયા છે.
વિશ્લેષકો જણાવે છે કે 73 વર્ષની વયે પણ નરેન્દ્ર મોદી શારીરિક રીતે પણ અડીખમ છે. તેઓ હવે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશને યુએનની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ અપાવવા આગ્રહ રાખશે જ. તેમ કહેતા કીંગ્ઝ કોલેજ - લંડનના આંતરરાષ્ટ્રીય સંબંધોના અધ્યાપક હર્ષ વી. પંત વધુમાં જણાવે છે કે, 'તેઓ પોતાને માટે અને ભારત માટે ભારે મહત્વાકાંક્ષીઓ ધરાવે છે. તેઓ (ભારતના) વારસા અંગે કોઈ બાંધછોડ કરશે જ નહીં. મોદી દુનિયાના સૌથી વધુ વરિષ્ટ નેતાઓની શ્રેણીમાં આવી ગયા છે, તેમાએ તેઓ સતત ત્રણ ચૂંટણી જીત્યા છે.
ભારતને પોતા કરતાં પોતાના સાથી દેશો માટે વધુ ચિંતા હોય છે. તેથી જ મોદીને ચીન સામેના સંતુલન વજન (કાઉન્ટર-વેઈટ) તરીકે અમેરિકા અને યુરોપીય દેશો માની રહ્યા છે. તેમ આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે. તેઓ ભારતની વૈશ્વિક પ્રતિભાને ઊંચી ઉઠાવી તેઓનું આંતરિક સ્થાન વધુ મજબૂત કરી રહ્યા છે. તે ઉપરાંત, ગત વર્ષે G-20 દેશોના પ્રમુખ તરીકે તેઓની પ્રતિભા વિદેશોમાં પણ જવલંત બની રહી છે. તેઓએ 2023માં ક્રિકેટ વર્લ્ડ કપ યોજયો અને હવે 2036ની સમર ઓલિમ્પિક્સ ભારતમાં યોજવા માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરાવી રહ્યાં છે. અમેરિકા અને યુરોપ : ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે ક્વોડ જૂથનું સભ્ય છે. આ રીતે તે ઇન્ડો-પેસિફિકમાં ચીનની વધતી દાદાગીરી અટકાવી રહ્યું છે.
પ્રમુખ જો બાયડને ગત વર્ષે નરેન્દ્ર મોદીને સ્ટેટ ડીનર આપ્યું હતું અને ભારત - અમેરિકા સંબંધોને 21મી સદીના ભાગીદારી સંબંધોની વ્યાખ્યા સમક્ષ ગણાવ્યા હતા. અમેરિકામાં હત્યાનો પ્રયાસ કરનાર ભારતીયને શોધવામાં ભારતનાં જ જાસૂસી તંત્રે સહાય કરી હતી. ચીન : ભારત અને ચીન બંને શાંઘાઈ કોલોબરેશન ફોરમના સભ્યો છે પરંતુ બંને વચ્ચેના સંબંધો અત્યારે તો તંગ બની રહ્યા છે. ગ્લોબલ-સાઉથ : વૈશ્વિક દક્ષિણનો ભારત મજબૂત અવાજ બની રહ્યું છે. ગત વર્ષે ભારતે ગ્લોબલ સાઉથ સમિટ યોજી હતી. વડાપ્રધાન મોદીના જ પ્રયત્નોથી આફ્રિકન યુનિયન જી-૨૦ સમિટનું સભ્ય બન્યું છે.