Get The App

અમેરિકાની મુલાકાત દરમિયાન મોદી ઇલોન મસ્કને મળશે : સ્ટાર-લિંકના ભારત પ્રવેશની ચર્ચા કરશે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
અમેરિકાની મુલાકાત દરમિયાન મોદી ઇલોન મસ્કને મળશે : સ્ટાર-લિંકના ભારત પ્રવેશની ચર્ચા કરશે 1 - image


- 'સ્ટાર-લિંક' પણ ભારતમાં કાર્યવાહી કરવા આતુર છે : ભારત સરકાર તેને પુષ્ટિ આપે છે : મસ્ક સ્પેક્ટ્રમ- ઑક્શનને બદલે તે 'એસાઇન' જ થાય તેમ ઇચ્છે છે

વૉશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વખતની અમેરિકા મુલાકાત હાઇ પ્રોફાઇલ બની રહેવાની છે તેઓ પ્રમુખ ટ્રમ્પ સહિત ઉચ્ચ અધિકારીઓને તો મળશે જ પરંતુ મોદી આ વખતે ઇલોન મસ્કને મળવાના છે અને ભારતમાં સ્ટાર લિંકના પ્રવેશની ચર્ચા કરવાના છે. તેમ મીડીયાના બે જુદા જુદા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઇલોન મસ્ક વડાપ્રધાન મોદીને મળવાના છે તેમની વચ્ચે થનારી મંત્રણા દરમિયાન સ્ટાલ-લિંકની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસીઝ ભારતમાં શરૂ કરવા અંગે વિચારણા થશે તે નિશ્ચિત લાગે છે. આ માહિતી બે જુદી જુદી એજન્સીઓ દ્વારા મળી છે. જો કે, તેઓએ નામ નહી પ્રસિદ્ધ કરવા જણાવ્યું છે.

વાસ્તવમાં સ્ટાર લિંક્સ ભારતમાં કાર્યવાહી શરૂ કરવા આતુર છે. ભારત સરકાર માત્ર મસ્કની તે સૂચન સાથે સહમત છે કે, 'સ્પેક્ટ્રમ'ની ઉછાણી કરવાની જરૂર જ નથી તે સીધુ 'એસાઇન' જ કરવું જોઈએ (તે સીધું કાર્યરત જ કરી દેવું જોઈએ.)

જો કે, હજી તે નિશ્ચિત નથી થયું કે, બંને વચ્ચેની ચર્ચા દરમિયાન ટેસ્લાના ભારત પ્રવેશ વિષે ચર્ચા થઈ હશે કે કેમ ? જો કે, જાણકારો કહે છે કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પાર્ટસ ભારતમાંથી નિકાસ કરવા અંગે ચર્ચા થાય તેવી પૂરી શક્યતા છે.

વડાપ્રધાન મોદી તેઓની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. ફ્રાંસની ૩ દિવસની મુલાકાત પછી મોદીની અમેરિકાની મુલાકાતને ઘણું વજન અપાઈ રહ્યું છે.


Google NewsGoogle News