Get The App

ઈટાલીમાં મોદી કેન્દ્ર સ્થાને રહ્યા : બાયડેન સાથે લંબાણ મંત્રણા ધ્યાનાકર્ષક બની રહી

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
ઈટાલીમાં મોદી કેન્દ્ર સ્થાને રહ્યા : બાયડેન સાથે લંબાણ મંત્રણા ધ્યાનાકર્ષક બની રહી 1 - image


- ચીન સામે ભારતને ઊભું રાખવાનું પશ્ચિમનું ધ્યેય

- બ્રિટનના વડાપ્રધાન શુનક, ફ્રાંસના પ્રમુખ મેક્રો, ઈટાલીનાં વડાપ્રધાન મેલોની, યુક્રેન પ્રમુખ ઝલેન્સ્કી, જાપાનના વડાપ્રધાન કાશીદા સહિત અનેક નેતાઓ સાથે મંત્રણા કરી

નવી દિલ્હી : બાયડેન સાથેની મંત્રણા પછી વડાપ્રધાન મોદીએ 'X' ઉપર લખ્યું ભારત અને અમેરિકા વિશ્વનાં હિત માટે સાથે મળીને કામ કરનાર છે.

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા પછીની પહેલી વિદેશ યાત્રામાં વડાપ્રધાન જી-૭ ની પરિષદમાં ઉપસ્થિત રહેવા મોદી શુક્રવારે રાત્રે જ ઈટાલી પહોંચી ગયા હતા. જી-૭ દેશોમાં ભારત આવૃત્ત નથી, પરંતુ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ તેઓને સવિશેષ આમંત્રણ આપ્યું હતું. વાસ્તવમાં મેલોનીએ ૧૧ દેશોના અગ્રણીઓને આમંત્ર્યા હતા. પરંતુ તેમાં મોદીનું સ્થાન અલગ તરી આવ્યું હતું. તેઓને મળવા માટે બ્રિટિશ વડાપ્રધાન શુનક, ફ્રાંસના પ્રમુખ મેક્રો, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી, જાપાનના વડાપ્રધાન કીશીદા સહિત અન્ય ઘણા નેતાઓ આતુર હતા. તેમાં જો બાયડેન સાથેની મુલાકાત અત્યંત મહત્વની બની રહી.

વડાપ્રધાને 'X' ઉપર લખ્યું હતું, એમુલિયામ યોજાયેલી જી-૭ પરિષદ અતિ ફળદાયી બની રહી. (અમે) વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરવાની તક મળી. જેમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેનો મુખ્ય સુર તે રહ્યો કે સર્વેએ વિશ્વ સમાજનાં અને આગામી પેઢીનાં કલ્યાણ માટે પારંપારિક સહકારથી કામ કરવું અનિવાર્ય છે.

આ પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી બ્રિટનના વડાપ્રધાન શુનક, ફ્રાંસના પ્રમુખ મેક્રો, ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા, મેલોની, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને જાપાનના વડાપ્રધાન કીશીદા સહિત ઘણા નેતાઓ સાથે મંત્રણાઓ યોજી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સાથેની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ ખાલિસ્તાની આતંકવાદીઓ વિષે ટ્રુડોને ખરેખરૂં સંભળાવી દીધું હતું.

પાકિસ્તાની આતંકી પન્તુનની હત્યાના અમેરિકામાં જ કરાયેલા નિષ્ફળ પ્રયાસ પછી બંને દેશો વચ્ચે થોડી ખટાશ ઊભી થઈ હતી. પરંતુ ભારત જાસૂસી સંસ્થાઓ તે હત્યા પ્રયાસ કરનારાને જબ્બે કરવામાં અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા એફબીઆઈને આપેલા સહકાર પછી તે ખટાશ દૂર થઈ ગઈ છે.

આના પરિણામે ભારત અમેરિકા ફરી વધુ નજીક આવ્યાં છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના પ્રમુખ જો બાયડેન વચ્ચે લાંબી મંત્રણાઓ યોજાઈ હતી. જે પૂર્વે નરેન્દ્ર મોદીએ પરિષદને સંબોધન કર્યું હતું તેમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સહિત અન્ય ટેકનોલોજીમાં પણ એકાધિકાર તોડવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ દક્ષિણ ચીન સમુદ્ર અને ઈન્ડો પેસિફિક વિસ્તારને શાંત અને સમૃદ્ધ બનાવવા ઉપર તેઓએ સર્વેનું ધ્યાન દોર્યું હતું. સૌ કોઈ સમજી જ ગયા હતા કે આ દ્વારા મોદીએ ચીન પ્રત્યે જ સંકેત આપ્યો હતો.

આ પછી અમેરિકાના પ્રમુખ જો બાયડેન સાથેની મંત્રણામાં આર્થિક અને ટેકનોલોજીના સહકારની તો ચર્ચા થઈ જ હતી પરંતુ મુખ્ય મુદ્દો ચીનની વધી રહેલી જોહુકમીનો હતો.

નક્કર વાસ્તવિકતા તે છે કે તમામ આફ્રો એશિયાઈ દેશ પૈકી ચીન સામે ટક્કર લઈ શકે તેવો એક જ દેશ છે ભારત. તેથી પશ્ચિમના દેશો ભારતને સતત પુષ્ટિ આપી રહ્યા છે, ભારત તેનો લાભ લેવાનું ચૂકે તેમ નથી.


Google NewsGoogle News