વડાપ્રધાન મોદીએ કુવૈતમાં ભારતીય કામદારો સાથે હાથ મેળવ્યા, ખબર અંતર પૂછ્યા તેમની સાથે નાસ્તો કર્યો
''તમો તમારા કુટુમ્બી માટે મહેનત કરો છો, હું પણ મારા પરિવાર માટે મહેનત કરૂં છું મારો પરિવાર 140 કરોડનો છે'' : મોદી
વાસ્તવમાં ગઈકાલે શનિવારે જ કુવૈત સાથે મહત્વના કરારો થઈ ગયા હતા. આજે વડાપ્રધાન માનસિક હળવાશ ભોગવતા હતા. તેઓએ કુવૈતમાં કામ કરી રહેલા ભારતીય કામદારો અને કારીગરોને મળ્યા. તેઓની સાથે હાથ પણ મેળવ્યા અને સવારનો નાસ્તો પણ તેઓની સાથે તેઓ જે નાસ્તો કરતા હોય, તેઓ જ નાસ્તો વડાપ્રધાને લીધો હતો. કામદારો જેવા ડબ્બામાં નાસ્તો લઈ જાય છે, તેવા જ ડબ્બામાં તેટલો નાસ્તો વડાપ્રધાને કર્યો હતો.
૪૦ વર્ષ પછી કુવૈતની મુલાકાતે જનારા નરેન્દ્ર મોદી પહેલા જ તેવા વડાપ્રધાન બની રહ્યાં છે કે, જેઓએ ભારતીય કામદારો સાથે તેઓ જે પ્રકારનો નાસ્તો લે છે, તેવો જ નાસ્તો લીધો હોય. તેઓએ કહ્યું, 'ભાઈઓ તમો તમારા કુટુમ્બ માટે મહેનત કરો છો. હું પણ મારા કુટુમ્બ માટે મહેનત કરૂં છું. મારૂં કુટુમ્બ ૧૪૦ કરોડ ભારતીઓનું છે.'
ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું, દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં ઈન્ટરનેટ સેવા સૌથી સસ્તી છે. તેમ જ વિડીયો સેવા પણ સૌથી સસ્તી છે. તમો તેનો ઉપયોગ કરો અને વિડીયો કોન્ફરન્સ દ્વારા તમારા કુટુમ્બીજનો સાથે રોજ સાંજે વાતચીત કરો તે તેટલું મોંઘું નહીં પડે, તમોને કુટુમ્બીજનોએ મળવાનો સંતોષ થશે. વડાપ્રધાને લેબર કેમ્પની પણ મુલાકાત લીધી હતી.