Get The App

મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, મિસાઈલ સિસ્ટમ અને સૈનિકો ઈઝરાયલ મોકલશે

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, મિસાઈલ સિસ્ટમ અને સૈનિકો ઈઝરાયલ મોકલશે 1 - image


Israel war Updates and USA News | અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તે ઈઝરાયલમાં સૈનિકો મોકલશે સાથે અમેરિકાની અતિ આધુનિક એન્ટી મિસાઈલ્સ-સિસ્ટમ પણ મોકલશે.

ઇરાને ઈઝરાયલ ઉપર 180 મિસાઇલ્સ છોડયા પછી ઈઝરાયલનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવા અમેરિકાએ નિર્ણય લીધો છે. પ્રમુખ જો બાઈડને વધુમાં કહ્યું હતું કે, ઈઝરાયલ ઇરાન ઉપર વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ અને તીવ્રતા વધી રહેવાની પૂરી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે બાયડેન જાહેરમાં તો ઈઝરાયલને શાંતિ રાખવા જ કહે છે. પરંતુ ખાનગીમાં ઈઝરાયલને પુષ્ટિ આપે છે. જાહેરમાં તો બાયડેન તેમજ કહે છે કે, ઈઝરાયલે ઇરાનનાં પરમાણુ પ્રતિષ્ઠાનો ઉપર હુમલા કરવા ન જોઈએ. તેનાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર હુમલા થાય તો તે ચિંતાજનક બની રહે તેમ છે.

બીજી તરફ પેન્ટાગોનના પ્રવકતા મેજર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે, વાસ્તવમાં આ વ્યવસ્થા ઈઝરાયલને સપોર્ટ આપવા માટે તેમજ ઇરાન અને ઇરાનનાં સમર્થનવાળા આતંકી જૂથના હુમલાઓ સામે અમેરિકાના સૈનિકોનું રક્ષણ કરવાનો છે.

અમેરિકા હવે જે આધુનિક શસ્ત્રો ઈઝરાયલને આપવાનું છે તેમાં ધી ર્મિનલ હાઈ ઓલ્ટિટયૂટ એરિયા ડીફેન્સ સીસ્ટીમ (થાડ) સમાવિષ્ટ છે. તેને ઓપરેટ કરવા માટે ૧૦૦ જેટલા સૈનિકો જોઈએ. તેમાં ટ્રક-માઉન્ટેડ (ટ્રક પર રખાયેલા) લોન્ચર્સ જેમાં દરેકમાં ૮ ઇન્ટર-સેપ્ટર્સ હોય છે. સાથે એક પ્રબળ રડાર હોય છે. આ ઉપરાંત ઈઝરાયલ પાસે તો પોતાની એર ડીફેન્સ સીસ્ટીમ્સ છે જ. તે પણ દુર્લભ છે તેથી  એન્ટી મિસાઇલ્સ ડીફેન્સીઝ પ્રબળ બન્યા છે.

આ અંગે પ્રત્યાઘાતો આપતા ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાકેવીએ રવિવારે જ જણાવ્યું હતું કે અમેરિકા તેના સૈનિકોને અમેરિકન મિસાઇલ્સ સીસ્ટીમના સંચાલન માટે મોકલી તેમના જાન જોખમમાં નાખ્યા છે.


Google NewsGoogle News