ખાલિસ્તાનીઓની ટીકા કરી તો મળી હજારો ધમકીઓ, લંડનમાં શીખ પરિવારને જ નિશાન બનાવાયો

બ્રિટનમાં ખાલિસ્તાનીઓનો વિરોધ કરવા બદલ શીખ પરિવાર પર 8 મહિનામાં 4 વખત હુમલા થયા

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવ્યા બાદ હવે યુરોપિયન દેશો અને બ્રિટનમાં પણ ભારતીયો પર હુમલાના કિસ્સાં વધી રહ્યા છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાનીઓની ટીકા કરી તો મળી હજારો ધમકીઓ, લંડનમાં શીખ પરિવારને જ નિશાન બનાવાયો 1 - image

image : Twitter


કેનેડા અને ભારત (canada india controversy) વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવ્યા બાદ હવે યુરોપિયન દેશો અને બ્રિટન (UK Sikh Family) માં પણ ભારતીયો પર હુમલાના કિસ્સાં વધી રહ્યા છે. એક તરફ સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશન સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો તો બીજી તરફ ખાલિસ્તાની આંદોલનનો વિરોધ કરનારા શીખ પરિવારને ધમકીઓ (sikh family attacked by khalistani) અપાયાનો મામલો સામે આવ્યો છે. તાજેતરની ઘટના લંડનમાં બની હતી. 

એક શીખ રેસ્ટોરાં માલિકે કર્યો દાવો 

માહિતી અનુસાર એક શીખ રેસ્ટોરાં માલિકે દાવો કર્યો હતો કે ખાલિસ્તાની સમર્થકો (khalistan movement) એ તેમની કારમાં તોડફોડ કરી હતી. ખાલિસ્તાન આંદોલનની ટીકા કરવા બદલ તેમના પરિવારજનો અને તેમને જાનથી મારી નાખવાની હજારો ધમકીઓ અપાઈ છે. સોશિયલ મીડિયા પર તેમના પરિવારને ધમકાવાઈ રહ્યો છે.  જ્યારે તેમની બે કાર પ્રાંગણમાં ઊભી હતી ત્યારે તેના પર લાલ રંગનો કલર નાખી દેવાયો હતો. 

પોલીસમાં ફરિયાદ કરી તો કાંચ તોડી નાખ્યા 

તેમણે કહ્યું કે જ્યારે અમારી સાથે આ ઘટનાઓ બની તો હું પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો. તે સમયે જ આ લોકોએ મારી ગાડીની વિંડસ્ક્રિન તોડી નાખી હતી. તેઓ મારા ઘરની બહાર આવ્યા અને ખતરાના નિશાન તરીકે લોહીના પ્રતીક લાલ રંગ ફેંકી જતા રહ્યા હતા. છેલ્લા આઠ મહિનાથી તેઓ મારી પર ચાર વખત હુમલો કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરી રહી નથી. 

  ખાલિસ્તાનીઓની ટીકા કરી તો મળી હજારો ધમકીઓ, લંડનમાં શીખ પરિવારને જ નિશાન બનાવાયો 2 - image


Google NewsGoogle News