વિજ્ઞાનીઓ હેરાન, અમેરિકાના અલાસ્કા રાજ્યમાં નદીના પાણીનો રંગ બદલાઈને નારંગી થઈ ગયો
image : Socialmedia
વોશિંગ્ટન,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર
વર્ષનો મોટા ભાગનો સમય બરફથી ઢંકાયેલા રહેતા અમેરિકાના અલાસ્કા રાજ્યમાં અજીબો ગરીબ કુદરતી ઘટના બની છે.
અલાસ્કાના એક નેશનલ પાર્કમાં અચાનક જ નદીઓ, નહેર તેમજ બીજા જળાશયોના પાણીનો રંગ બદલાઈને નારંગી થઈ ગયો છે. આ જાણીને વિજ્ઞાનીઓ પણ હેરાન છે.
અલાસ્કાના કોબુક વેલી નેશનલ પાર્કમાં થયેલા આ ફેરફારની તસવીરો અ્મેરિકાના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ટેલર રોડસે ખેંચી છે અને તે જોઈને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
અલાસ્કા યુનિવર્સિટીના ઈકોલોજિસ્ટ પેટ્રિક સુલિવનનુ કહેવુ છે કે, આ કારણ કુદરતી ના પણ હોઈ શકે. એક શક્યતા પ્રદૂષણની પણ છે. પ્રદૂષણનુ કારણ શઉં છે અને આ પાણીનો રંગ કેમ બદલાયો છે તેનુ કારણ જાણવાનો અમે પ્રયત્ન કરી રહયા છે.
પેટ્રિક સુલિવન નેશનલ પાર્કમાં અલગ અલગ સ્થળોનુ મુલાકાત લઈ રહ્યા છે. તેમણે જ્યારે આ પાણીના પીએચ લેવલનુ ટેસ્ટંગ કર્યુ ત્યારે તેમને જાણકારી મળી હતી કે તેમાં પીએચ લેવલ 6.4 છે. આ પાણીમાં ઓક્સિજનની અછત છે. સામાન્ય નદીના પાણી કરતા આ નદીનુ પાણી 100 ગણુ વધારે એસિડિક થઈ ચુકયુ છે. તેમાં સલફ્યુરિક એસિડ જોવા મળી રહ્યો છે. કમ સે કમ આ પાણી પીવા લાયક તો રહ્યુ જ નથી.
આ નદીનુ નામ સેલમન રિવર છે.જે નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. તેની ઘણી શાખાઓ પણ નેશનલ પાર્કમાં ફેલાયેલી છે. આ પાર્કમાં 1000 કિલોમીટરની લંબાઈની પર્વતમાળા પર મોટા ભાગે બરફ જામેલો રહેતો હોય છે. સેલમન રિવર સુધી લોકોની પહોંચ પણ નથી એટલે જો પ્રદૂષણના કારણે કલર બદલાયો હોય તો પ્રદૂષણ અહીં સુધી કેવી રીતે પહોંચ્યુ તે પણ સવાલ છે.
1080ના દાયકામાં નદીનુ પાણી એકદમ ચોખ્ખુ રહેતુ હતુ.નદીનુ તળિયું પણ જોઈ શકાતુ હતુ. જેમાં ગુલાબી રંગની સેલમન માછલીઓ તરતી રહેતી હતી. જોકે અત્યારે 110 કિલોમીટરના વિસ્તારમાં નદીનુ પાણી નારંગી થઈ ગયુ છે.