પાકિસ્તાન: સગીર પુત્રીએ નરાધમ પિતાને મોતને ઘાટ ઉતાર્યો, 3 મહિનાથી કરી રહ્યો હતો રેપ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાન: સગીર પુત્રીએ નરાધમ પિતાને મોતને ઘાટ ઉતાર્યો, 3 મહિનાથી કરી રહ્યો હતો રેપ 1 - image


Image Source: Twitter

- એક દિવસ પહેલા જ પાકિસ્તાનની એક કોર્ટે એક વ્યક્તિને તેની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવા બદલ મોતની સજા ફટકારી

લાહોર, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમા એક સગીર છોકરીએ છેલ્લા 3 મહિનાથી તેની સાથે દુષ્કર્મ આચરી રહેલા તેના નરાધમ પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ માહિતી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના લાહોર શહેરના ગુજ્જરપુરા વિસ્તારની છે. ત્યાં 14 વર્ષની છોકરીએ પોલીસને પોતાના નિવેદનનમાં જણાવ્યું કે, તેમનો પિતા છેલ્લા 3 મહિનાથી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. 

પિતાની હત્યા સાથે સબંધિત કેસની તપાસ કરી રહેલા સોહેલ કાઝમીએ જણાવ્યું કે, છોકરીએ તેમને જણાવ્યું કે, તે ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તેણે તેના પિતાને મારવાનો નિર્ણય કર્યો અને ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. કાઝમીએ જણાવ્યું તે, છોકરીના પિતાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તમામ પાસાની તપાસ બાદ શંકાસ્પદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.

ઘટનાને છુપાવવાનો પ્રયત્ન

રિપોર્ટ પ્રમાણે પરિવારે કથિત રીતે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને શરૂઆતમાં પોલીસને આ બાબતની જાણ નહોતી કરી. જો કે, શનિવારે બપોરે એક પાડોશીએ પોલીસને આ ગુના વિશે સૂચના આપી હતી. સૂચના મળ્યા બાદ સિવિલ લાઈન્સના એસપી હસન ભટ્ટી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અપરાધ સ્થળે પહોંચ્યા હતા અને શંકાસ્પદ, તેની માતા, ભાઈ અને એક પાડોશીની ધરપકડ કરી લીધી હતી. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનની એક કોર્ટે એક વ્યક્તિને તેની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવા બદલ મોતની સજા ફટકારી હતી.

લાહોર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ મિયાં શાહિદ જાવેદે શુક્રવારે લિંગ આધારિત હિંસાના આરોપી એમ. રફીકને તેની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવા બદલ મૃત્યુદંડની સજા સંભળાવી હતી. શાહિદ જાવેદે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, પિતાને હંમેશા પોતાના બાળકોના કુદરતી વાલી અને રક્ષક માનવામાં આવે છે. જો ઘરની બહારની કોઈ વ્યક્તિ દીકરીને નુકસાન પહોંચાડે તો તે તેના પિતાને પોતાનો વાલી માની તેની પાસે જાય છે. પરંતુ આ કિસ્સામાં સગા પિતાએ જ પોતાની જ સગીર પુત્રીની અસ્મિતા, આત્મા અને શરીરને નષ્ટ કરી દીધુ છે.


Google NewsGoogle News