નવા વર્ષની ગિફ્ટ, અમેરિકામાં 22 રાજ્યોએ મિનિમમ વેજ રેટમાં વધારો કર્યો, લાખો ભારતીયોને પણ ફાયદો થશે
image : Socialmedia
વોશિંગ્ટન,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર
અમેરિકાના લોકો માટે નવુ વર્ષ સારી ખબર લઈને આવ્યુ છે. અમેરિકાના 22 રાજ્યોએ પોતાના મિનિમમ વેજ રેટ એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરી દીધો છે. જે પહેલી તારીખથી લાગુ થયા છે.
મિનિમમ વેજ એક નક્કી રકમ છે અને તેટલી રકમ કોઈ પણ વ્યવસાયે પોતાના કામદારોને ચુકવવી પડે છે. અમેરિકામાં પ્રતિ કલાક ડોલરના હિસાબે પગાર ચુકવાતો હોય છે.
જે 22 રાજ્યોએ પોતાના વેજ રેટમાં વધારો કર્યો છે તેમાં સૌથી વધારે વધારો ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટન રાજ્યોમાં થયો છે.અહીંયા કામ કરનારા લોકોને દર કલાકે ઓછામાં ઓછા 16 ડોલર પગાર મળશે.
આ નિર્ણયથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થવાનો છે. રાજ્યોએ કરેલા વધારા બાદ હવે વિવિધ રાજ્યોમાં વેજ રેટ આ પ્રમાણે છે.
અલાસ્કા: $11.73
એરિઝોના: $14.35
કેલિફોર્નિયા: $16
કોલોરાડો: $14.42
કનેક્ટિકટ: $15.69
ડેલવેર: $13.25
હવાઈ: $14
ઇલિનોઇસ: $14
મેઈન: $14.15
મેરીલેન્ડ: $15
મિશિગન: $10.33
મિનેસોટા: $10.85
મિઝોરી: $12.30
મોન્ટાના: $10.30
નેબ્રાસ્કા: $12
ન્યૂ જર્સી: $15.13
ન્યૂ યોર્ક: $16
ઓહાયો: $10.45
રોડે આઇલેન્ડ: $14
દક્ષિણ ડાકોટા: $11.20
વર્મોન્ટ: $13.67
વોશિંગ્ટન: $16.28
રાજ્યો સિવાય 38 શહેરો અને વિવિધ કાઉન્ટીએ પણ વેજ રેટમાં વધારો કર્યો છે. જ્યારે અમેરિકાના ત્રણ બીજા રાજ્યો ફ્લોરિડા, નેવાડા અને ઓરેગનમાં આ વર્ષે મિનિમમ વેજ રેટમાં વધારો કરાશે. નેવાડા અને ઓરેગનમાં એક જુલાઈથી અને ફ્લોરિડામાં 30 નવેમ્બરથી આ વધારો લાગુ થશે. વધારો લાગુ થયા બાદ નેવાડામાં વેજ રેટ 12 ડોલર, ઓરેગનમાં 14.20 ડોલર અને ફ્લોરિડામાં 13 ડોલર થશે.