VIDEO : યુદ્ધ વચ્ચે ગાઝામાં ફસાયેલ વિદેશી નાગરિકોની વહારે આવ્યું ઈજિપ્ત, રફા બોર્ડર ફરી ખોલી
ઈજિપ્તે રફા બોર્ડરમાંથી વધુ 114 વિદેશી નાગરિકોને એન્ટ્રી આપી
ઈજાગ્રસ્ત 4 પેલેસ્ટાઈનીઓને પણ એન્ટ્રી આપી સારવાર માટે ઈજિપ્ત મોકલ્યા
જેરુસલેમ, તા.07 નવેમ્બર-2023, મંગળવાર
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ઈજિપ્ત (Egypt) ફરી ગાઝા (Gaza)માં ફસાયેલા વિદેશી નાગરિકોની વહારે આવ્યું છે. ઈજિપ્તે ફરી પોતાની રફા બોર્ડર (Rafah Border) ખોલી વિદેશી નાગરિકોને એન્ટ્રી આપી છે. ઉપરાંત પેલેસ્ટાઈન (Palestine)ના 4 ઈજાગ્રસ્તોને પણ બોર્ડરમાંથી એન્ટ્રી આપી સારવાર માટે ઈજિપ્ત મોકલ્યા છે. રફા બોર્ડર ફરી ખોલી હોવાની માહિતી આપનાર સરકારી પ્રવૃત્તિઓનું સંકલન કરતી સંસ્થા COGAT દ્વારા એક્સ (ટ્વિટર) પર એક વીડિયો પર શેર કરાયો છે, જેમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હજારો નાગરિકો પોતાનો જીવ બાચવવા સરહદ પાર કરવા જોવા મળી રહ્યા છે. રફા બોર્ડર પર વધુ 114 વિદેશી નાગરિકોને એન્ટ્રી અપાઈ છે.
માત્ર આ લોકોને જ રફા બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી
ઉલ્લેખનિય છે કે, સમજુતી હેઠળ કતાર અને અમેરિકા (America)એ ઈજિપ્ત, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરી છે. સમજુતી હેઠળ ગાઝામાંથી મર્યાદિત લોકોને કાઢવાની મંજૂરી અપાઈ છે. સૂત્રોના દાવા મુજબ સમજુતી મુજબ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકો અને ગંભીર ઈજાગ્રસ્તોને જ બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી અપાશે. જોકે કેટલા લોકોને ગાઝામાંથી બહાર કાઢવામાં આવશે, તેની કોઈ માહિતી સામે આવી નથી.
🚨Happening now: Thousands pass through the evacuation corridor the @IDF opened for civilians in northern Gaza to move southwards. pic.twitter.com/lq7ZpfMiM4
— COGAT (@cogatonline) November 7, 2023
ઇઝરાયેલની દખલગીરી વગરની બોર્ડર
રફાહ ક્રોસિંગ એ ગાઝા પટ્ટીનો એક ભાગ છે જે ઇઝરાયેલની દખલગીરી વગર વિશ્વ સાથે કનેક્ટેડ છે. તે ઇજિપ્ત સાથે જોડાયેલું હોવાના કારણે ગાઝાને માનવીય મદદ પૂરી પાડવાનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે. તેના દ્વારા ગાઝામાં રહેતા વિદેશીઓ અને ગંભીર રીતે ઘાયલ લોકોને બહાર કાઢી શકાય છે. રફાહ માત્ર ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની સરહદ નથી. તેમજ તે એકમાત્ર સરહદી ક્ષેત્ર છે કે જ્યાં ઇઝરાયેલની કોઈ દખલગીરી નથી, એટલે એવું કહી શકાય કે આ ગાઝા તેમજ પેલેસ્ટિનિયન લોકો માટે આ વિસ્તાર ખુલ્લો છે. તેમજ તેનો લાંબા સમયથી ક્રોસિંગ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. આ બે કારણોથી જ તેને ક્રોસિંગ કહેવામાં આવે છે. પરંતુ 2013 થી ઇજિપ્તે રફાહ ક્રોસિંગને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
યુદ્ધમાં 11000થી વધુ મોત, 15 લાખનું સ્થળાંતર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેમાં 4100 થી વધુ બાળકો છે. સંયુક્ત રાષ્ટ્રએ ટિપ્પણી કરી કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1,400 થી વધુ ઇઝરાયેલ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉપરાંત આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 15 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ ટિપ્પણી કરી કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે.
ઈઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના 450 ઠેકાણાઓ ઉડાવ્યા
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં હમાસના 450થી વધુ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે. જેમાં ટેરેરિસ્ટ કેમ્પ, મિલિટ્રી કમ્પાઉન્ડ, ઓબ્ઝર્વેશન પોસ્ટ અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ સામેલ છે. ઈઝરાયલી સેનાએ હમાસના કેટલાક મિલિટ્રી કમ્પાઉન્ડ પર કબજો કરી લીધો છે, જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.