War | ઈઝરાયલે ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓને બનાવ્યાં નિશાન, હુમલામાં 37 પેલેસ્ટિનીનાં મોત
ગત વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હજુ પણ યથાવત્ છે
image : IANS |
Israel vs Hamas war Updates | ગત વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હજુ પણ યથાવત્ છે. અત્યાર સુધી હજારોની સંખ્યામાં બંને દેશોના લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સૌની વચ્ચે ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં હુમલા કર્યા હતા.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી માહિતી
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાનુસાર દક્ષિણ શહેર રાફાહમાં ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 37 પેલેસ્ટિની લોકોએ જીવ ગુમાવી દીધા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાંથી 20ના શબ કુવૈતી હોસ્પિટલ, 12ના શબ યુરોપિયન હોસ્પિટલ અને 5 શબ અબુ યુસુફ અલ નજર હોસ્પિટલમાં પડ્યાં છે.
બે બંધકને કરાવ્યાં મુક્ત
ઈઝરાયલી સૈન્યએ સોમવારે જણાવ્યું કે તેણે ગાઝાના દક્ષિણ રાફાહમાં દરોડા દરમિયાન બે બંધકોને મુક્ત કરાવ્યા હતા. હોસ્પિટલના એક નિવેદનમાં પણ કહેવાયું છે કે બંધકોને મધ્ય ઈઝરાયલની શિબા હોસ્પિટલે ખસેડાયા હતા. ડૉક્ટરોએ પણ બંધકોના સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી.