ઇઝરાયલ કહેર બની તૂટી પડ્યું, ગાઝામાં એરસ્ટ્રાઈક કરતાં 40ના મોત, બાઈડેન થયા એક્ટિવ!
Israel-Hamas War: ગાઝામાં ઈઝરાયલી સેનાના તાજેતરના હુમલામાં ગાઝાના મધ્યમાં સ્થિત નુસિરત શરણાર્થી વિસ્તારમાં 40 લોકો માર્યા ગયા છે. આ સહિત, ઇઝરાયલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 44,300 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે પશ્ચિમ કાંઠાના એરિયલ શહેર પાસે ઇઝરાયલી લોકોને લઇ જતી બસ પર પેલેસ્ટિનિયન દ્વારા ગોળીબાર થતાં આઠ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં ત્રણની સ્થિતિ ગંભીર છે.
જો બાઇડને યુદ્ધવિરામ કરવા કહ્યું
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ગાઝામાં હવે યુદ્ધવિરામની જરૂર છે. તેણે ઇઝરાયલ અને હમાસને સંઘર્ષ ટાળવા વિનંતી કરી છે. લેબનોનમાં યુદ્ધવિરામ બુધવારથી લાગુ થઈ ગયો છે પરંતુ ઇઝરાયલી સેના દ્વારા તેના ઉલ્લંઘનના અહેવાલો છે.
સીરિયામાં શરુ થઈ લડાઈ, ઇઝરાયેલ પર દોષ
સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોમાં વિદ્રોહીઓ અને સરકારી દળો વચ્ચે લડાઈ ફાટી નીકળી છે. શહેરમાં બે કાર બોમ્બ વિસ્ફોટ બાદ લડાઈ શરૂ થઈ હતી. જેમાં અલેપ્પો યુનિવર્સિટી કેમ્પસ પર કેટલાય રોકેટ પડ્યા છે, જેમાં બે વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા છે. ઇરાને આ મામલે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેમના સમર્થનથી જ વિદ્રોહીઓએફરી લડાઈ શરુ કરી.
આ પણ વાંચો: વધુ એક યુદ્ધ શાંત થવાની શક્યતા, ઝેલેન્સ્કી સીઝફાયર માટે તૈયાર પણ નાટો સમક્ષ મૂકી શરત
ઇઝરાયલ પર વિશ્વએ દબાણ કરવુ જોઈએ
લેબનોનમાં યુદ્ધવિરામ બુધવારથી લાગુ થઈ ગયો છે પરંતુ ઇઝરાયલી સેના દ્વારા તેના ઉલ્લંઘનના અહેવાલો છે. આ યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં ઘણા લોકો ઘાયલ થયા છે. લેબનીઝ વડાપ્રધાન નજીબ મિકાતીએ અમેરિકા અને ફ્રાન્સ સહિતના વિશ્વના દેશોને ઇઝરાયલ પર દબાણ બનાવવા વિનંતી કરી છે જેથી કરીને તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરે.