Get The App

Israel Hamas War Updates| ગાઝામાં 1537નાં મોત, 6000થી વધુ ઘાયલ, ઈઝરાયલનું 3 મોરચેે યુદ્ધ

ઈઝરાયલમાં 1300થી વધુ લોકોના મોતના અહેવાલ છે જેમાં 222 જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે ઈઝરાયલી હવાઈ હુમલામાં 500 બાળકો અને 276 મહિલાઓ સહિત 1537 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને 6612 ઘવાયા હતા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
Israel Hamas War Updates| ગાઝામાં 1537નાં મોત, 6000થી વધુ ઘાયલ, ઈઝરાયલનું 3 મોરચેે યુદ્ધ 1 - image

israel palestine War | ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ (Israel vs Hamas War) ઘાતક સાબિત થતું જઈ રહ્યું છે. ઈઝરાયલી સૈન્યએ હવાઈ હુમલા મારતે અત્યાર સુધીમાં ગાઝાના 1537 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ઈઝરાયલમાં 1300થી વધુ લોકોના મોતના અહેવાલ છે જેમાં 222 જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ છે. 

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી 

ગાઝાના (Gaza Health ministry) સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે ઈઝરાયલી હવાઈ હુમલામાં 500 બાળકો અને 276 મહિલાઓ સહિત 1537 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને 6612 ઘવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં હમાસના (Hamas) નાણાકીય બાબતોના પ્રમુખ અબુ શામલા, એક અન્ય વરિષ્ઠ નેતા અને ત્રણ પત્રકારો પણ સામેલ હતા. 

ગાઝાની નાકાબંધીનો અંત નહીં આવે 

ઈઝરાયલે કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ દ્વારા બંધકોને મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાઝા પટ્ટીની નાકાબંધીનો અંત લાવવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીના તમામ રસ્તાઓ બંધ કરીને ફરી સુરક્ષાદળો તહેનાત કરી દીધા છે અને તમામ પ્રકારની વસ્તુઓ અને વીજળી તથા પાણીનો પણ સપ્લાય અટકાવી દીધો છે જેના લીધે ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ છે. 

સીરિયા-લેબેનોન સામે પણ ઈઝરાયલનો મોરચો 

બીજી બાજુ લેબેનોનમાં સંચાલિત હિઝબુલ્લાહ સંગઠન તથા સીરિયા સાથે ઈઝરાયલની માથાકૂટ વધી ગઈ છે. હવે તેની સામે યુદ્ધના ત્રણ મોરચા થઈ ગયા છે અને તે ત્રણેય મોરચો લડત આપી રહ્યું છે. સીરિયામાં જ ઈઝરાયલે દમાસ્કસ અને એલેપ્પો શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવતાં રોકેટ હુમલા કર્યા હતા. તેમાં એક રન-વેને નુકસાન થયાના અહેવાલ મળ્યાં છે. સીરિયા ઈરાનનો સહયોગી દેશ મનાય છે. 

Israel Hamas War Updates| ગાઝામાં 1537નાં મોત, 6000થી વધુ ઘાયલ, ઈઝરાયલનું 3 મોરચેે યુદ્ધ 2 - image


Google NewsGoogle News