ઈઝરાયલે કરી મોટી ભૂલ? સીરિયામાં ઈરાનને નિશાન બનાવવા જતાં રશિયાના એરબેઝ પર કરી એરસ્ટ્રાઈક!
Israel Attacks On Russian Airbase: હમાસ અને હિઝબુલ્લા સાથે યુદ્ધમાં એક પછી એક હુમલામાં વ્યસ્ત ઈઝરાયલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ મોડી રાતે ઈઝરાયલના નેવીએ સીરિયામાં રશિયન એરબેઝ પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઈઝરાયલે 30 મિસાઈલ વડે હથિયારોના રશિયાના વેપન ડેપોને નિશાન બનાવ્યું હતું. આ વીડિયોથી લોકો અચંબામાં મુકાયા છે કે, શું ઈઝરાયલ રશિયાને પણ ટાર્ગેટ બનાવી રહ્યો છે?
ઈઝરાયલે રશિયા પર હુમલો કર્યો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલે મોડી રાત્રે સિરિયામાં સ્થિત રશિયાના વેપન એરબેઝ પર હુમલો કર્યો હતો. પરંતુ વાસ્તવમાં આ ડેપોમાં ઈરાનના હથિયારો રાખવામાં આવ્યા હતા. ઈરાન સરિયાના માર્ગે હથિયારોને હિઝબુલ્લાહ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોવાની બાતમી સાથે ઈઝરાયલે આ હુમલો રશિયાની સેનાની મદદથી જ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઈરાનના હથિયારો રશિયાના આર્મ્સ ડેપોમાં રાખવામાં આવ્યા હતા. આ શસ્ત્રો આતંકવાદી સંગઠનો સુધી પહોંચે તે પહેલા ઈઝરાયેલે તેનો નાશ કરી દીધો.
આ પણ વાંચોઃ ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ અને હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો
આખી રાત ધડાકાઓ સંભાળાયા
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલે 30 મિસાઈલ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હથિયાર ડેપોમાં રાતભર ઘડાકાઓ થતાં રહ્યા. સિરિયાઈ મીડિયા મુજબ, ઈઝરાયલે આ હુમલો ઈરાની કાસિમ ફાર્સ એરલાઈન્સના કાર્ગો વિમાનના બેઝ પર લેન્ડિંગના એક કલાક બાદ કર્યું હતું. ઈઝરાયલને શંકા હતી કે, આ વિમાન મારફત હથિયારો લાવવામાં આવ્યા છે.
રશિયા એલર્ટ, વાયુસેના તૈનાત
સીરિયન ટીવી અનુસાર, ઇઝરાયલે રશિયાના હમીમિમ એરબેઝ પાસે હથિયારોના વેરહાઉસને નિશાન બનાવ્યું છે. ઇઝરાયલની નૌકાદળે તેના યુદ્ધ જહાજ પરથી 30 મિસાઇલો છોડી હતી. ઈઝરાયેલના હુમલા બાદ રશિયા પણ એલર્ટ થઈ ગયું છે. રશિયન એરફોર્સે સીરિયાના આકાશમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ રશિયાની સરકારે તેના નાગરિકોને તાત્કાલિક ધોરણે ઈઝરાયલ છોડવા અપીલ કરી છે.