Microsoft Outage: માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ, શું સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી ?

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Baba Vanga Microsoft Outage Predictions


Baba Vanga Microsoft Outage Predictions: આજે માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, એરપોર્ટ, મોબાઈલ સર્વિસ, સ્ટોક માર્કેટ જેવી અનેક સેવાઓ ખોરવાઈ ગઈ હતી. વિશ્વભરના અનેક વિન્ડોઝ યુઝર્સને કોમ્પ્યુટર-લેપટોપનો ઉપયોગ કરતી વખતે અચાનક બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે કોમ્પ્યુટર બંધ થઈને રીસ્ટાર્ટ થતું હતુ. 

માઈક્રોસોફ્ટનું કહેવું છે કે CrowdStrike નામની એન્ટી વાઈરસ કંપનીના તાજેતરના અપડેટને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યા અંગે Microsoftનું કહેવું છે કે અંદાજે 6 કલાક આ સમસ્યા રહ્યાં બાદ અંતે નિવારણ આવી ગયું છે અને થયેલ ભૂલ સુધારવામાં આવી છે.

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર #CyberAttack ટ્રેન્ડ કરી રહ્યું છે, પરંતુ કંપનીએ સાયબર હુમલાના દાવાને નકારી કાઢ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર વધુ એક જૂનો મુદ્દો પણ ટ્રેન્ડ થવા લાગ્યો છે જેમાં બાબા વેંગાએ વર્ષો પહેલા 2024 માટે કરેલી એક ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઇ રહી છે.

2024 માટે બાબા વેંગાની શું આગાહીઓ હતી?

બાબા વેંગા એક અંધ બલ્ગેરિયન ભવિષ્યદ્રષ્ટા હતા. તેમણે આગામી અનેક વર્ષો માટે ભવિષ્યવાણીઓ કરી હતી અને દુનિયાના અંત અંગે પણ વિશ્વને અગાઉથી જણાવ્યું હતુ. 9/11 અને બ્રેક્ઝિટ જેવી ઘટનાઓની આગાહી પણ બાબાએ કરી હતી. તેણીની વર્ષ 2024 માટેની આગાહીઓ પણ એટલી જ ચિંતાજનક છે. તેમણે ટેક્નોલોજીકલ ઈમરજન્સી, તબીબી ક્ષેત્રે પ્રગતિ, કુદરતી આફતોમાં વધારો જેવી બાબતોની આગાહી કરી છે અને આજે થયેલ માઈક્રોસોફ્ટની આ ઈતિહાસની સૌથી મોટી ટેક્નિકલ ખામી અંગેની આગાહી પણ અંતે સાચી સાબિત થઈ છે.

Technological Disaster વિશે શું કહ્યું હતું?

બાબા વેંગાએ 2024માં કુદરતી આફતો, મોટા સાયબર એટેકથી લઈને મોટી ટેક્નોલોજીકલ આફત અંગેની પણ આગાહી કરી હતી. Technological Disasterમાં સાયબર હુમલાઓ અથવા જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સમાં આજ જેવી સમસ્યા, ગેરરીતિઓ થઈ શકે છે. આ પ્રકારની ટેક્નિકલ ગ્લિચિસ સમગ્ર વિશ્વને અસર કરશે અને એક સમયે અટકાવી પણ દેશે. 2024 માટે બાબા વેંગાની આ એક આગાહી આજે લગભગ સાચી સાબિત થઈ ગઈ છે. જોકે હજી આ વર્ષની પૂર્ણાહુતિને 5 મહિનાથી વધુનો સમય પણ બાકી છે.


Google NewsGoogle News