Microsoftના CEO સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વને લઈને Google પર સાધ્યું નિશાન

ગૂગલને લોકપ્રિય કહી શકો છે પરંતુ મારા માટે તે ડોમિનેટીંગ છે : સત્ય નડેલા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Microsoftના CEO સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વને લઈને Google પર સાધ્યું નિશાન 1 - image


Microsoft blames Google: માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા (Microsoft CEO Satya Nadella)એ સર્ચ એન્જિન માર્કેટમાં ગુગલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ગઈકાલે અમેરિકાની કોર્ટમાં કહ્યું હતું કે સર્ચ એન્જિન માર્કેટ (Search Engine Market)માં ગુગલના વર્ચસ્વને કારણે હરીફો માટે ગ્રો કરવું ખુબ જ (it has become very difficult for competitors) મુશ્કેલ બની ગયું છે.

ગૂગલ પર વર્ચસ્વ જાળવી રાખવા ગેરકાયદેસર રીતે અબજો ચૂકવ્યા : નડેલા

સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ, નડેલાએ વોશિંગ્ટન ડીસીની એક કોર્ટમાં આ વાત કહી હતી, જ્યાં US જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલે ફેડરલ જજને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગૂગલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એપલ અને અન્યને ગેરકાયદેસર રીતે અબજો રુપિયા (Google paid billions for monopoly) ચૂકવ્યા છે. સત્ય નડેલાએ કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ બિંગ 2009થી ગૂગલ સામે બજાર હિસ્સો મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે ક્યારેય પણ જાયન્ટ સર્ચ એન્જિન સાથે સ્પર્ધા કરી શકી નથી, તેનું મુખ્ય કારણ એપલ સાથેની તેની અલગ (It has a different arrangement with Apple) વ્યવસ્થા છે. નડેલાએ ટ્રાયલ દરમિયાન ગૂગલના વકીલને કહ્યું હતું કે તમે ગૂગલને લોકપ્રિય કહી શકો છે પરંતુ મારા માટે તે ડોમિનેટીંગ છે.

  Microsoftના CEO સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વને લઈને Google પર સાધ્યું નિશાન 2 - image

ટેક કંપની સામે અમેરિકાનો સૌથી મોટો અવિશ્વાસનો કેસ

ઉલ્લેખનીય છે કે આ ત્રણ મહિનાની સુનાવણી એક મોટી ટેક કંપની સામે અમેરિકાનો સૌથી મોટો અવિશ્વાસનો કેસ છે, કારણ કે આ જ વિભાગે બે દાયકા પહેલા માઇક્રોસોફ્ટ પર તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના વર્ચસ્વ માટે કેસ કર્યો હતો. નડેલાએ મોટાભાગે સરકારની દલીલને સમર્થન આપ્યું હતું કે વિશ્વના પ્રબળ સર્ચ એન્જિન તરીકે ગૂગલ દ્વારા ડેટાના ઉપયોગથી નેટવર્ક અસર ઊભી થઈ હતી જેણે ગૂગલને જાહેરાત કંપનીઓ અને યુઝર્સ માટે વધુ શક્તિશાળી સાધન બનાવ્યું હતું.


Google NewsGoogle News