Get The App

માઈકલ જેક્સન પર 500 મિલિયન ડૉલરનું દેવું હતું, પોપ સ્ટારના મૃત્યુના 15 વર્ષ પછી ઘટસ્ફોટ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
માઈકલ જેક્સન પર 500 મિલિયન ડૉલરનું દેવું હતું, પોપ સ્ટારના મૃત્યુના 15 વર્ષ પછી ઘટસ્ફોટ 1 - image


Michal Jeckson News | વિશ્વ વિખ્યાત પોપ સિંગર માઈકલ જેકસન તેના મોત સમયે 500 મિલિયન ડોલરનાં દેવાંમાં હતો તેવો ઘટસ્ફોટ થયો છે. માઈકલ જેકસનના મોતના 15 વર્ષ બાદ આ વાત સામે આવી છે. 

માઈકલ જેક્સનની સંપત્તિના એક્ઝિક્યુટર્સ દ્વારા તાજેતરમાં અદાલતમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરાયા છે. તેમાં જણાવાયું છે કે મોત વખતે માઈકલ પર 500 મિલિયન ડોલરનું દેવું હતું. લોસ એન્જલિસ કાઉન્ટીની સુપિરિયર કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવોજમાં આ વાતનો ઉલ્લેખ છે. 

માઈકલ જેક્સનું કેટલીક દવાઓના ઓવરડોઝથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. તેના પર્સનલ ફિઝિિશિયન કોનરાડે મરેએ તેને કેટલીક એવી દવાઓ આપી હતી જે માઈકલ જેક્સન માટે જીવલેણ સાબિત થઈ હતી. આ માટે  કોનરાડ સામે  સાપરાધ માનવ વધનો કેસ પણ ચાલ્યો હતો. 

મોત વખતે માઈકલ પોતાની ધીસ ઈઝ ઈજ ટાઈટલ ધરાવતી ટૂરનું   પ્લાનિંગ કરી રહ્યો હતો. તેના અચાનક મોતથી આ ટૂરના સ્પોન્સર્સને ભારે મોટો આર્થિક ફટકો પડયો હતો. તેમણે માઈકલની સંપત્તિના એક્ઝિક્યુટર્સ પર ૪૦  મિલિયન ડોલરનો દાવો કર્યો હતો.  મોત પહેલાં પણ માઈકલ પર કેટલીય કોર્ટોમાં  લેણદારો દ્વારા આશરે ૬૫ કેસ ચાલતા હતા. જોકે, એક્ઝિક્યુટર્સના દાવા અનુસાર તેમાંથી મોટાભાગના કેસોમાં પતાવટ કરી  દેવામાં આવી છે. એક્ઝિક્યુટર્સ દ્વારા તેની સંપત્તિમાંથી લીગલ ફી સહિતના ખર્ચાનું વળતર પણ માગવામાં આવ્યું છે. 


Google NewsGoogle News