Get The App

હવે રોલ્સ-રૉયસમાં બેસીને ગુનેગારોનો પીછો કરશે મિયામી પોલીસ, વીડિયો જોઈને આશ્ચર્યમાં પડ્યા લોકો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
હવે રોલ્સ-રૉયસમાં બેસીને ગુનેગારોનો પીછો કરશે મિયામી પોલીસ, વીડિયો જોઈને આશ્ચર્યમાં પડ્યા લોકો 1 - image
Image Twitter 

Miami Police Rolls Royce Car: મિયામી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો એક વીડિયો હાલ લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમને આશ્ચર્યચકિત કરી દીધા છે. કારણ કે તેમાં વિશ્વની પ્રથમ રોલ્સ રોયસ પોલીસ કાર બતાવવામાં આવી છે. વીડિયોમાં ડિપાર્ટમેન્ટ આ નવી લકઝરી કારને તેના કાફલાને બતાવતો જોવા મળે છે.

મિયામી પોલીસે શું કહ્યું

મિયામી પોલીસ વિભાગ દ્વારા એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં "MBPD અને તેનો વ્યાવસાયિક સ્ટાફ અમારા રહેવાસીઓ અને મુલાકાતીઓ પ્રત્યેની અમારી અજોડ પ્રતિબદ્ધતામાં સમર્પણ અને ગુણવત્તાયુક્ત પોલીસિંગના ઉચ્ચતમ ધોરણોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અમે MBPD ભરતી ટીમમાં આ શાનદાર સાથીને સામેલ કરતાં રોમાંચિત છીએ."

લોકોએ આપી આ પ્રકારની પ્રતિક્રિયાઓ

આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. શેર કર્યા બાદ ક્લિપને 3.1 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને આ સંખ્યામાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. આ શેરને 250 થી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયોએ લોકોને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પોસ્ટ કરવા માટે પ્રેરિત કર્યા છે. જ્યારે કેટલાક લોકોએ પોલીસ કાફલામાં લક્ઝરી કારની જરુરીયાત પર દલીલ કરી હતી, જ્યારે અન્ય ઘણા લોકોએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો.

આ કાર કઈ છે?

મિયામી પોલીસ કાફલામાં સામેલ કરવામાં આવેલી આ કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે. કિંમત વિશે વાત કરીએ તો એક્સ શોરુમ કિંમત રૂ. 6.95 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે રૂ. 7.95 કરોડ સુધીના જોવા મળે છે. Rolls-Royce Ghost 2 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેના બેઝ મોડલમાં V12 એન્જિન મળે છે, જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટ V12 એક્સટેન્ડેડથી સજ્જ છે.



Google NewsGoogle News