ભારત જેવા જ મોસમી પ્રદેશ મેક્સિકોની પ્રમુખ પદની ચૂંટણી ઐતિહાસિક બનશે : મહિલાઓ મેદાનમાં છે

Updated: May 29th, 2024


Google NewsGoogle News
ભારત જેવા જ મોસમી પ્રદેશ મેક્સિકોની પ્રમુખ પદની ચૂંટણી ઐતિહાસિક બનશે : મહિલાઓ મેદાનમાં છે 1 - image


- રવિવારે યોજાનારા મતદાનમાં લોકશાહી લોકપ્રિય વચનો અને હિંસાની ભરમાર ચાલે છે છતાં મતદારો અડીખમ રહ્યા છે

મેક્સિકો સીટી : ભારત જેવા જ મધ્ય અમેરિકાના મોસમી પ્રદેશમાં આવેલા મેક્સિકોમાં મેક્સિક રવિવારે પ્રમુખપદની ચૂંટણી અંગે મતદાન કરવાના છે. આ ચૂંટણીમાં જાતિ, લોકશાહી અને લોકપ્રિય વચનોની ભરમાર ચાલી રહી છે. પ્રજા મહદ્અંશે સ્પેનિશ વંશની છે. હિંસા તે ત્યાં સામાન્ય ઘટના ગણાય છે. આમ છતાં આ ચૂંટણી ઐતિહાસિક બની રહેવા સંભવ છે. કારણ કે મેક્ષિકોના ૪૫૦ વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર પ્રમુખપદ માટે બે મહિલાઓએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે.

સ્વયમેય નિવૃત્ત થતા પ્રમુખ આંદ્રે મેન્યુએલ લોપેઝનાં પ્રિય શિષ્યા અને મેક્ષિકો સીટીમાં પૂર્વ મેયર કલોડીયા શિન ખૌમની સામે મેટિલ્ક રોલ્વાતિઝ ઊભા છે. તેઓ નિવૃત્ત થતા પ્રમુખ લોયેઝ ઓઘેડોરનાં તીવ્ર ટીકાકાર છે. તેઓ એક ટેકિનશ્યન છે. જ્યારે કલોડીયા શિન બૌમ એક સાયન્ટિસ્ટ છે. તેઓ નિવૃત્ત થતા પ્રમુખના સમર્થનથી વિજયી બનશે તેવું અનુમાન છે.

ત્રીજા ઉમેદવાર બહુ જાણીતા નહીં તેવા જ્યોર્જ અલ્વારિઝ પેનેઝ છે. તેઓ સમવાયતંત્રી સંસદના પૂર્વ સાંસદ છે.

મેક્ષિકો અત્યારે અમેરિકાના વિરોધ ગરીબી અને ટોપી યુદ્ધો (ગેન્ગ-વોર્સ) તથા બેકારીથી ઘેરાયેલું છે. અસંખ્ય મેક્ષિકન્સ દેશ છોડી યુ.એસ.માં ઘૂસી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેટલા માટે જ મેક્ષિકોની સરહદે દિવાલ બાંધવાના આગ્રહી છે. આ સંયોગોમાં મેક્ષિકોનું સુકાન સંભાળવું ખાડાના ખેલ બની રહે તેમ છે. આશા રાખીએ કે નવા પ્રમુખ મેક્ષિકોને કલણમાંથી બહાર કાઢી શકે.


Google NewsGoogle News