અનેક દેશો પર કબજાની વાતો કરનારા ટ્રમ્પને ઝટકો, મહિલા પ્રમુખે મેક્સિકન અમેરિકાનો નક્શો જાહેર કર્યો
Donald Trump On Mexico: અમેરિકા ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવાની વાત કરે છે અને ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ પર કબજો કરવા વિશે નિવેદનો આપે છે. તેમણે તાજેતરમાં ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકાનો કહેવા પર ભાર મુક્યો હતો. પરંતુ હવે આ મામલે મેક્સિકોના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપ્યો છે.
'અમેરિકાને મેક્સિકન અમેરિકા કહીએ'
ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા મેક્સિકોના મહિલા પ્રમુખ ક્લાઉડિયા શેનબામે એક નકશો જાહેર કરતા જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવું જોઈએ. અમેરિકા ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા બતાવવા માગે છે, પરંતુ અમે અમેરિકાને મેક્સિકન અમેરિકા કેમ ન કહી શકીએ? એ તો સારું નહીં લાગે? વર્ષ 1607 પછી અપાત્ઝિંગન રાજ્ય મેક્સિકન અમેરિકાનું પ્રથમ રાજ્ય હતું. તો ચાલો અમેરિકાને મેક્સિકન અમેરિકા કહીએ.'
20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, 'મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકાનો રાખવા સૂચન કર્યું હતું.'
શું ટ્રમ્પ મેક્સિકોનું નામ બદલી શકે છે?
અમેરિકા અને મેક્સિકો ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન (IHO)ના સભ્ય દેશો છે. આ એજન્સી વિશ્વના તમામ સમુદ્રો અને મહાસાગરોનો સર્વે કરે છે. IHOની પણ જગ્યાઓના નામ બદલવાની જવાબદારી છે. પરંતુ સામાન્ય રીતે, નામ બદલવા માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. પરંતુ જો ટ્રમ્પ ઇચ્છે તો ગલ્ફ ઓફ મેક્સિકોને બદલે ગલ્ફ ઓફ અમેરિકા નામનો ઉપયોગ શરૂ કરી શકે છે. પરંતુ વૈશ્વિક સ્તરે આ શક્ય નથી.