મંગળગ્રહ પર ઉલ્કાપીંડ ટકરાવાથી ભૂકંપ આવે છે, ૩૦ મીટરનો પડે છે ખાડો, નાસાનું સંશોધન

પૃથ્વી કરતા મંગળનું વાયુમંડળ પાતળું હોવાથી ઉલ્કા સપાટીએ આવે છે

ભવિષ્યમાં મંગળ પરના લેન્ડર મિશનો માટે આ સંશોધન ઉપયોગી થશે,

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
મંગળગ્રહ પર ઉલ્કાપીંડ ટકરાવાથી ભૂકંપ આવે છે,  ૩૦ મીટરનો પડે છે ખાડો, નાસાનું સંશોધન 1 - image


વોશિંગ્ટન,૨૯ જૂન,૨૦૨૪ શનિવાર 

મંગળ ગ્રહ પરના એક  નવા સંશોધન મુજબ દર મહિને લાલ ગ્રહ પર અવકાશી પદાર્થ એટલે કે ઉલ્કાપીંડ પડે છે જેનાથી ૩૦ મીટરનો ખાડો પડે છે. નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત માહિતી મુજબ આ તારણ ભવિષ્યમાં રોબોટિક મિશન અને માનવ બંનેની સુરક્ષા માટે મદદ કરશે.પૃથ્વીની વાત કરીએ તો દર વર્ષે લગભગ ૧૭૦૦૦ ઉલ્કાપીંડ પૃથ્વી પર ટકરાય છે. જેમાંના મોટા ભાગના વાયુમંડળમાં પ્રવેશ કરે ત્યારે બળીને ખાખ થઇ જાય છે.

જો કે પૃથ્વીની સરખામણીમાં મંગળનું વાયુમંડળ ૧૦૦ ગણું પાતળુ હોવાથી ઉલ્કાપીંડ સપાટી પર ટકરાય છે એટલું જ નહી ભૂકંપીય તરંગો પેદા થાય છે. અગાઉ વૈજ્ઞાાનિકો ચંદ્રમા પર ઉલ્કાપીંડ પ્રભાવની ભવિષ્યવાણી કરવા માટે મંગળ ગ્રહ પર તેના પ્રભાવનું અનુમાન કરવા માટે ભ્રમણ ભ્રમણ છબીઓ અને મોડેલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આ મોડલમાં લાલગ્રહનું ગુરુત્વાકર્ષણનું ખેંચાણ અને શુદ્રગ્રહ બેલ્ટમાંથી પસાર થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. આવા સમયે ઉલ્કાપીંડ પરનો પ્રભાવની શકયતા વધી જતી હતી.

મંગળગ્રહ પર ઉલ્કાપીંડ ટકરાવાથી ભૂકંપ આવે છે,  ૩૦ મીટરનો પડે છે ખાડો, નાસાનું સંશોધન 2 - image

મંગળ ગ્રહ પર ક્રેટરને ઓળખવા માટે સપાટી પરના ચિત્રો કામ લાગતા નથી. નિયમિત રીતે રેતના તોફાન આવવાથી તેમાં બદલાવ આવતો રહે છે. વર્તમાન સ્ટડી માટે નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ ઇનમાઇટ મિશન પર લાગેલા સીસ્મોમીટરના ભૂકંપીય ડેટાનો ઉપયોગ કર્યો હતો.આના આધારે લાલ ગ્રહની આંતરિક સંરચનાનું અધ્યન કરવા માટે લેવામાં આવ્યા હતા. ભૂમધ્ય રેખાની બિલકુલ ઉત્તરમાં એક સમતલ ચિકણા મેદાનમાં એલીસિયમ પ્લેનિટિયામાં મિશન ૨૦૨૨માં સમાપ્ત થયું હતું. 

કોઇ પણ ઉલ્કાપીડ ગ્રહ પર ટકરાય છે ત્યારે તેના પ્રભાવથી ભૂકંપીય તરંગો ઉત્પન્ન થાય છે. જે રેકોર્ડ થતા પહેલા ક્રસ્ટ અને મેટલ થઇને પસાર થાય ચે. સંવેદનશીલ ઇનસાઇટ સીસ્મોમીટર લેંડરની બોર્ડરની એક ઇફકેટસ હોય છે જેને નોંધી શકે છે. ટેકટોનિક હલનચલન અને ઉલ્કાપીડોની અસરથી થતા ભુકંપમાં અંતર હોય છે.મંગળ ગ્રહ પર ૩ તીવ્રતાનો ભુકંપ અનેક સેકન્ડ સુધી રહે છે. સંશોધન ટીમે મંગળ પરના ૮૦ થી વધુ ભૂકંપોની શોધ કરી જે ઉલ્કાપીંડોના હુમલાથી થયા હતા. આ સંશોધન ભવિષ્યમાં મંગળ પરના લેન્ડર મિશનો માટે ખૂબજ ઉપયોગી બનશે.


Google NewsGoogle News