મેટાનું અનોખું ન્યુરલ રિસ્ટ બેન્ડ વિચારતાની સાથે જ ટાઇપ કરી આપશે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
મેટાનું અનોખું ન્યુરલ રિસ્ટ બેન્ડ વિચારતાની સાથે જ ટાઇપ કરી આપશે 1 - image


- રિસ્ટ બેન્ડમાં ઇલેક્ટ્રોમોગ્રાફી ટેકનોલોજી વપરાશે 

- ઓગમેન્ટેડ રિયાલિટી અને વરચ્યુઅલ રિયાલિટીના ક્ષેત્રમાં આ રિસ્ટ બેન્ડ ક્રાંતિકારી બની રહેશે 

વોશિંગ્ટન : થોડા દિવસ પૂર્વે ઇલન મસ્કની કંપનીએ ન્યુરાલિન્ક દ્વારા માનવ મગજમાં ચીપ લગાવનાર દર્દી માત્ર વિચારીને જ કમ્પ્યુટરના માઉસનો ઉપયોગ કરી શકે છે તેવી જાહેરાત કરી હતી તેની સામે હવે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ એવું સ્માર્ટ રિસ્ટ બેન્ડ રજૂ કર્યું છે જેને પહેરનાર માત્ર વિચાર કરીને જ ટાઇપ કરી શકે છે. 

તાજેતરમાં મોર્નિગ બુ્ર ડેઇલી પોડકાસ્ટને આપેલી એક મુલાકાતમાં ઝુકરબર્ગે જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં આ ટેકનોલોજીને બજારમાં રજૂ કરીશું. ૨૦૨૧માં મેટા દ્વારા એક પ્રયોગાત્મક પ્રોટોટાઇપ તરીકેે આ રિસ્ટ બેન્ડને રજૂ કરવામાં આવ્યું હતું. મેટાના આ રિસ્ટ બેન્ડમાં ન્યુરલ નોન ઇવેઝિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ઇલેક્ટ્રોમોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. આ ટેકનોલોજીને કારણે માત્ર વિચારવાથી જ ટાઇપ કરી શકાય છે. ન્યુરાલિન્ક અને આ રિસ્ટ બેન્ડમાં ફરક એ છે કે ન્યુરાલિન્કમાં તમારે મગજમાં ચીપ બેસાડવી પડે છે જ્યારે રિસ્ટ બેન્ડમાં આવી કોઇ સર્જરી કરવી પડતી નથી. 

જાણકારોના મતે મેટાના આ રિસ્ટ બેન્ડને કારણે ટેકનોલોજીની દુનિયામાં મોટી ઉથલપાથલ થઇ શકે છે. ખાસ કરીને ઓગમેન્ટ્ેડ રિયાલિટી અને વરચ્યુઅલ રિયાલિટીના ક્ષેત્રમાં આ રિસ્ટ બેન્ડ માત્ર વિચારીને જ સંકેત આપવામાં સફળ થાય તો હાલ ખપમાં લેવાતાં વિવિઝ પ્રકારના સાધનો નકામાં બની રહે તેમ છે. 

કેમ કે આ સાધનોને ચલાવવા માટે હાથનો ઉપયોગ કરવો પડે છે તેની સામે આ રિસ્ટ બેન્ડ પહેરનાર માત્ર વિચારીને જ તેનું કામ કરી શકે તેમ છે. 


Google NewsGoogle News