મેરી ક્રિસમસ: : કોણ હતા સાંતાક્લોઝ? જાણો તેમની કબર વિશેના રોચક તથ્યો
Image:FreePik
નવી મુંબઇ,તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર
વિશ્વમાં 25 મી ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર ફક્ત ખ્રિસ્તી ધર્મમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ધર્મોમાં પણ ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં પણ ક્રિસમસનું પોતાનું આગવું આકર્ષણ છે. નાતાલના દિવસે એવું કહેવાય છે કે, સાન્તાક્લોઝ આવે છે અને લોકોની ઈચ્છાઓ પૂરી કરે છે તેમજ તે ગિફ્ટ લઇને આવે છે. ક્રિસમસના દિવસે સવાલ થાય કે , આખરે સાન્તાક્લોઝ હતા કોણ અને તેમની કબર ક્યાં છે?
ક્યાં છે સાન્તાની કબર?
વિશ્વ જેને સાન્તાક્લોઝ તરીકે ઓળખે છે તે વાસ્તવમાં જાદુઈ માણસ નહોતા. તે યુરોપના પ્રખ્યાત સંત નિકોલસ હતા. તેમનો જન્મ 280 એડી માં તુર્કમેનિસ્તાનના માયરા શહેરમાં થયો હતો. એવું કહેવાય છે કે, તેમનો જન્મ ભગવાન ઇસુના મૃત્યુ પછી થયો હતો. જો આપણે સાન્તાક્લોઝ એટલે કે સેન્ટ નિકોલસના મૃત્યુ વિશે વાત કરીએ તો તે 6 ડિસેમ્બર 343ના રોજ માયરા શહેરમાં થયું હતું.
તેમની કબર વિશે કહેવાય છે કે, તે આયર્લેન્ડમાં છે. પરંતુ SATA કલમની કબર અંગે જુદા જુદા નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે.
કેટલાક કહે છે કે, તેમની કબર તુર્કીના અંતાલ્યામાં સેન્ટ નિકોલસ ચર્ચની અંદર છે. જ્યારે આયરલેન્ડનાં ઇતિહાસકારોનું કહેવું છે કે સાન્તાક્લોઝની કબરને તુર્કીથી પરત લાવીને ઇટાલીમાં દફનાવવામાં આવી હતી.
બહુ નાની ઉંમરે પાદરી બની ગયા
સંત નિકોલસનો જન્મ એટલે કે સાન્તાક્લોઝ સીધો સંબંધ ભગવાન ઈશુના જન્મ સાથે નથી. પરંતુ આ હોવા છતાં, નાતાલનો તહેવાર સાન્તાક્લોઝ વિના અધૂરો માનવામાં આવે છે. સાંતાક્લોઝ એટલે કે સંત નિકોલસને બાળપણથી જ બાળકો પ્રત્યે લાગણી હતી અને તે ખૂબ જ નાની ઉંમરે પાદરી બની ગયા હતા. બાળકોને છુપી ભેટ આપવાના કારણે તેને સાન્તાક્લોઝ કહેવામાં આવે છે અને અત્યાર સુધી આ કાલ્પનિક પાત્ર દુનિયાભરમાં લોકપ્રિય છે.