Get The App

આ દેશના પુરુષો મહિલાઓ કરતા પણ વધારે કરે છે મેકઅપ, મહિલાઓ કરતા પણ વધુ ખર્ચે છે સમય અને નાણા

છોકરાઓના પર્સમાંથી પણ મેકઅપને લગતી ક્રિમ કે ફેસિયલ મળે છે.

35 ટકા પુરુષો મેક અપ કર્યો વિના ઘરની બહાર નિકળતા નથી.

Updated: Jul 25th, 2022


Google News
Google News
આ દેશના પુરુષો મહિલાઓ કરતા પણ વધારે કરે છે મેકઅપ,  મહિલાઓ કરતા પણ વધુ ખર્ચે છે સમય અને નાણા 1 - image


સિઓલ,25 જુલાઇ,2022,સોમવાર 

મેકઅપ અને સૌદર્ય પ્રસાધનોના ઉપયોગ માત્ર મહિલાઓ જ કરે છે એવું નથી. પુરુષો પણ હવે પોતાના દેખાવ માટે સજાગ થયા છે પરંતુ એક દેશ એવો છે જયાં મહિલાઓ કરતા પુરુષો વધારે મેક અપ કરે છે. સામાન્ય રીતે મહિલાઓની રાહ પુરુષોએ જોવી પડે છે પરંતુ આ દેશમાં તો પુરુષો મહિલાઓ કરતા વધારે સમય અને નાણા બગાડે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં મેલ મેક અપ પ્રોડકટનું માર્કેટ વધી રહયું છે પરંતુ આ દેશના યુવાનો તો પહેલાથી જ આગળ છે. મેલ મેક અપના માર્કેટનું હબ ગણીએ તો પણ ખોટું નથી. આ દેશનું નામ દક્ષિણ કોરિયા છે જયાંના પુરુષો કોસ્મેટિક તથા સૌદર્ય પ્રસાધનો ઉપયોગ કરવામાં વિશ્વમાં નામના ધરાવે છે.પ્રાપ્ત માહિતી મુજબ 5.10 કરોડની વસ્તી ધરાવતા દક્ષિણ કોરિયાના પુરુષો વર્ષે 60 અબજનો મેક અપ ઘસી નાખે છે. આ દેશના 35 ટકા પુરુષો મેક અપ કર્યો વિના ઘરની બહાર નિકળતા નથી.

આ દેશના પુરુષો મહિલાઓ કરતા પણ વધારે કરે છે મેકઅપ,  મહિલાઓ કરતા પણ વધુ ખર્ચે છે સમય અને નાણા 2 - image

મહિલાઓમાં જોવા મળતી મોટા ભાગની બ્યૂટી ટ્રીટમેન્ટની પુરુષોમાં પણ બોલબાલા છે. ખાસ કરીને ઉંમરના વધે તે માટેની એન્ટી એજિંગ ક્રિમ, ફેસિયલ ઓઇલ, સન બ્લોક,મોશ્ચયર ક્રિમ પુરૃષોમાં વધુ પોપ્યૂલર છે.યુવાન છોકરાઓ તો બ્યૂટીપાર્લરમાં જઇને છોકરીઓની જેમ આંખની ભ્રમર (આઇ બ્રો)ની ટ્રીટમેન્ટ  પણ કરાવે છે.

સામાન્ય રીતે કપડાની ફેશન જેટલી મહિલાઓની બદલાય તેટલી ઝડપી પુરુષોની બદલાતી નથી. પરંતુ કોરિયામાં પુરુષોના કપડાની ફેશન પણ ઝડપથી બદલાય છે.આ દેશમાં માચો કલ્ચરનો ફેલાવો વધતો જતો હોવાથી પુરુષોને પણ ઉંમરવાળા દેખાવું ગમતું નથી. દક્ષિણ કોરિયામાં  મેલ મેક અપનો શોખ જગાડવામાં પોપ આર્ટિસ્ટો અને સિનેમાનો પણ મોટો ફાળો છે.

આ દેશના પુરુષો મહિલાઓ કરતા પણ વધારે કરે છે મેકઅપ,  મહિલાઓ કરતા પણ વધુ ખર્ચે છે સમય અને નાણા 3 - image

મ્યુઝીક અને ગીત સંગીતના મેળાવડામાં પોપ આર્ટિસ્ટસ મહિલાઓને પણ ટકકર મારે તેવા રૃપાળા બનીને પર્ફોમ કરે છે. આ પોપ આર્ટિસ્ટનું લાખો ચાહકો પણ અનુકરણ કરે છે.કેટલાક મેલ પોપ આર્ટિસ્ટ તો પોતાના પફોર્મ કરતા પણ સુંદર દેખાવના કારણે જ વધુ ફેમસ થયેલા છે. કોરિયન યુવાનો પણ માને છે કે માત્ર નોકરી, વ્યવસાયના સ્થળે મેક અપ કરવાથી સારી ઇમ્પ્રેશન પડે છે.

કોલેજીયન છોકરાઓના પર્સમાંથી પણ મેકઅપને લગતી ક્રિમ કે ફેસિયલ મળે છે. કેટલાકને સૂતા પહેલા પણ મોં એ ફેસિયલ કરીને સુઇ જવાની ટેવ ધરાવે છે. આમ કોરિયામાં મેક અપએ મહિલાઓની જેમ પુરુષોની જીવનશૈલીનો પણ અતૂટ હિસ્સો છે.૧૯૯૦માં દક્ષિણ કોરિયાની સરકારે જાપાન દેશથી થતી આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો તે પછી મેલ મેક અપનો કારોબાર વધ્યો છે.


Tags :