મહિલા-પુરુષ બંનેએ સેનામાં સામેલ થવું ફરજિયાત, ભારતના પાડોશી દેશનો મોટો નિર્ણય

- ભરતીમાં સામેલ થવાથી બચનારાને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
મહિલા-પુરુષ બંનેએ સેનામાં સામેલ થવું ફરજિયાત, ભારતના પાડોશી દેશનો મોટો નિર્ણય 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2023, સોમવાર

Emergency in Myanmar: મ્યાનમારમાં ચાલી રહેલી ઈમરજન્સીની સ્થિતિ વચ્ચે જુન્ટાએ તમામ યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા લાગુ કરી દીધી છે. આ મુજબ મહિલા અને પુરૂષ બંનેએ ફરજીયાતપણે સેનામાં સામેલ થવું પડશે. ભરતીમાં સામેલ થવાથી બચનારાને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

મ્યાનમારના જુન્ટાએ નવા ભરતી કાયદાનું એલાન કર્યું છે જેમાં દેશની ચાલુ ઈમરજન્સીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલાઓ અને પુરુષોને સેનામાં સામેલ થવાનું ફરજિયાત થઈ ગયુ છે. સૈન્ય સરકારે કહ્યું કે 18-35 વર્ષની વયના તમામ પુરૂષો અને 18-27 વર્ષની મહિલાઓએ બે વર્ષ સુધી સેવા આપવી પડશે. જો સૈન્ય વિદ્રોહ ચાલુ રહ્યો તો કુલ પાંચ વર્ષ સુધી સેવા વિસ્તરણ પણ કરવામાં આવી શકે છે.કારણ કે જુન્ટા સશસ્ત્ર વિદ્રોહીઓને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યુ છે. જુન્ટાએ કહ્યું કે નવા ભરતીના નિયમો પ્રમાણે 45 વર્ષથી ઓછી ઉંમરના ડોક્ટરોએ ત્રણ વર્ષ સુધી સેનામાં સેવા આપવી પડશે.

મ્યાનમારની સેના જુન્ટા પોતાના શાસન સામે દેશભરમાં સશસ્ત્ર વિરોધનો સામનો કરી રહી છે, જે 2021માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી નાગરિક સરકાર પાસેથી સત્તા છીનવાયા બાદ શરૂ થઈ હતી. ગત અઠવાડિયે મ્યાનમારની સીમા રક્ષક પોલીસના લગભગ350 સભ્યો અને પશ્ચિમી રાજ્ય રખાઈનમાં વંશીય લઘુમતી દળો સામે લડતા સૈનિકો બાંગ્લાદેશમાં ભાગી ગયા હતા.

ફરજિયાત સેના ભરતીમાં કોને મળશે મુક્તિ

ભરતી કાયદા પ્રમાણે સિવિલ સેવકો અને વિદ્યાર્થીઓને કામચલાઉ સમય આપી શકાય છે જ્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સભ્યોને મુક્તિ આપવામાં આવી શકે છે. સૈન્ય સરકારના પ્રવક્તા મેજર જનરલ ઝો મીન તુને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા દરેકની જવાબદારી છે તેથી જ હું દરેકને કહેવા માંગુ છું કે દેશના નાગરિકોએ ગર્વ સાથે સેનામાં કામ કરવું જોઈએ. 


Google NewsGoogle News