મેલેનિયા ટ્રમ્પનો ડોનાલ્ડ પર અત્યંત પ્રભાવ છે, ટ્રમ્પનો રનિંગ મેઇટ તેઓ જ નક્કી કરવાનાં છે

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
મેલેનિયા ટ્રમ્પનો ડોનાલ્ડ પર અત્યંત પ્રભાવ છે, ટ્રમ્પનો રનિંગ મેઇટ તેઓ જ નક્કી કરવાનાં છે 1 - image


- હીરો ઓફ હન્ડ્રેડ વૉર્સ ટ્રમ્પ કાનૂની જાળથી ડરતા નથી

- હજી સુધી પર્દા પાછળ રહેલાં પૂર્વ પ્રથમ મહિલા હવે મેદાનમાં આવી ગયાં છે : ફર્સ્ટ પ્રેસિડેન્શ્યલ ડીબેટ પૂર્વે પતિની પડખે ઊભાં રહ્યાં છે

વોશિંગ્ટન, (ડીબી) : ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સહાયકે જણાવ્યું છે કે આ વખતની પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાનો રનિંગ મેઇટ (ઉપપ્રમુખ પદના ઉમેદવાર) તરીકે કોને નિશ્ચિત કરવા તે ટ્રમ્પનાં પત્ની મેલેનિયા નિશ્ચિત કરશે. વાસ્તવમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અત્યંત પ્રભાવ ધરાવે છે.

ઘણા સમયથી માત્ર પર્દા પાછળ જ રહેલાં આ પૂર્વ પ્રથમ મહિલા શુક્રવારે ન્યૂયોર્ક સીટીના ટ્રમ્પ ટાવર પાસે પૂર્વ પ્રમુખની સાથે દેખાયાં હતાં. માત્ર એક સપ્તાહ પછી જ જ્યારે પ્રેસિડેન્શ્યલ ડીબેટ યોજાવાની છે ત્યારે તેઓની તેમના પતિ સાથેની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની રહી છે. આ સાથે નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે કે ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે (રનિંગ મેઇટ તરીકે) ટ્રમ્પે કોને રાખવા તે મેલેનિયા જ નિશ્ચિત કરશે તેમ સ્પષ્ટ લાગે છે.

શુક્રવારે સીએનએનના હોસ્ટે ટ્રમ્પના પૂર્વ સહાયક ડેવીડ અર્બેનને જ્યારે પૂછ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેઇટ વિષે કોણ નિર્ણય લઇ શકે તેમ છે ? ત્યારે જરા પણ અચકાયા સિવાય તેમણે કહી દીધું મેલેનિયા ટ્રમ્પ.

તેમણે વધુમાં તે પણ સ્પષ્ટતા કરી કે ભલે હજી સુધી તેઓ લૉ પ્રોફાઈલ રાખતાં હોય, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર તેઓનો ઘણો જ પ્રભાવ છે, અને તેઓ જેનું નામ સૂચવશે તેને જ ટ્રમ્પ રનિંગ મેઇટ તરીકે રાખશે.

આ સાથે ડેવિડ અર્બેને તે પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખૂબ વિચારપૂર્વક તે નિર્ણય લઇ શકે છે. આથી તેઓ કોનું નામ સૂચવે છે તે જાણવું રસપ્રદ બનશે.

ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર તરીકે કેટલાંક નામ પણ ડેવિડ અર્બેને સૂચવ્યાં હતાં. જેમાં સેને.જે.ડી.વાન્સ (રી-ઓહાયો) ગવર્નર ડગ બર્ગમ (રી-નોર્થ ડેકોટા) અને સેનેટર માર્કો રૂબિયો (રી-ફ્લોરિડા).

આ ઉપરાંત તેઓએ સેને. ટીમ સ્કોટ (રી.સાઉથ કેરોલિના) રેપ્રિઝેન્ટેટિવ (લોકસભા સભ્ય) એલીઝે સ્ટેફનિક (રી.ન્યૂયોર્ક) સેને.ટોમ કોટન (રી યાર્કન્સાસ) અને રેપ્રિઝેન્ટેટિવ લાયરન ડોનાલ્ડઝ) (રી.ફ્લો)નાં નામ પણ સૂચવ્યાં હતાં. એક નામ નિરીક્ષકો ભારતીય વંશના વિવેક રામસ્વામીનું પણ સૂચવે છે.

જો કે ટ્રમ્પ ઉપર ઘણા આરોપો છે. તેઓ કદાચ ટૂંકા સમય માટે જેલમાં જાય તે સંભાવના નકારી શકાતી નથી.

નિરીક્ષકો કહે છે કે અનેક યુદ્ધો લડી ચૂકેલા ટ્રમ્પ હીરો ઓફ હઝેડ વોર્સ છે. વાસ્તવમાં તેમની ઉપર થેયલા કેસોએ જ તેમને માટે સઘન પ્રચાર કરી દીધો છે. તેઓ જો પ્રમુખ પદે આવશે તો, દુનિયા માટે Dawn of an anxious era નિશ્ચિત છે.


Google NewsGoogle News