Get The App

ટ્રમ્પ અને મેલાનિયાના સંબંધો બગડ્યાં હોવાની ચર્ચા, ચૂંટણી પ્રચારમાં સાથ ન આપ્યો, શું છે કારણ?

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ અને મેલાનિયાના સંબંધો બગડ્યાં હોવાની ચર્ચા, ચૂંટણી પ્રચારમાં સાથ ન આપ્યો, શું છે કારણ? 1 - image


Image Source: Twitter

Donald Trump And Melania Trump: રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોટા ભાગે તેમની સુંદર પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ નજર આવતા હતા. જોકે, પદ પરથી હટ્યા બાદ તેઓ નજર નથી આવી રહ્યા. બીજી તરફ હવે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારમાં પણ મેલાનિયા ટ્રમ્પે તેમને સાથ ન આપ્યો. તેઓ પ્રચારમાં પણ નજર નહોતી આવી. ન્યુયોર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પને સજા સંભળાવતી સમયે અને કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ તેઓ નજર નહોતા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટારને મોટી રકમ ચૂકવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

મેલાનિયાનું મહત્વપૂર્ણ અવસર પર ગાયબ રહેવું સામાન્ય નથી

ડોનાલ્ડ ટ્રમ્પના 78માં જન્મદિવસના અવસર પર તેમના ફેન ક્લબે મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પણ મેલાનિયાએ હાજરી નહોતી આપી. ઓહાયો યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, મેલાનિયાનું મહત્વપૂર્ણ અવસર પર ગાયબ રહેવું સામાન્ય નથી. એવું બની શકે કે, મેલાનિયા ટ્રમ્પ લોકોને સરપ્રાઈઝ કરવા માગતી હોય. કારણ કે સામાન્ય રીતે જોઈ શકાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રમુખપદના ઉમેદવારોની પત્નીઓ તેમની સાથે હોય છે જેથી મહિલાઓના મત પણ મેળવી શકે. બીજી તરફ 2020 સુધી તે દરેક પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાજર રહેતી હતી.

પ્રોફેસરે કહ્યું કે, કદાચ મેલાનિયા ટ્રમ્પ આ પરંપરાને તોડવા માગતા હોય. ન્યુયોર્કની કોર્ટમાં પણ પત્રકારોએ ટ્રમ્પને ઘણી વખત સવાલ કર્યો હતો કે, તમારી પત્ની મેલાનિયા ક્યાં છે. ટ્રમ્પે ક્યારેય તેનો જવાબ નથી આપ્યો. બીજી તરફ કેટલીક વખત ટ્રમ્પે જણાવ્યું હતું કે, બાળકોની સ્કૂલના કરણે તે સાથે નથી આવી શકતી.

તમને જણાવી દઈએ કે, એ વાતના કેટલાક પુરાવા સામે આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે 2006માં સેક્સ્યુઅલ રિલેશનમાં હતા. તેના થોડા મહિના બાદ જ મેલાનિયાએ બૈરનને જન્મ આપ્યો હતો. ટ્રમ્પે ડેનિયલ્સના દાવાને નકારી કાઢ્યા હતા. જ્યારે ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે મેલાનિયાએ સોશિયલ મીડિયા પર તેના પર કોઈ ટિપ્પણી પણ નહોતી કરી. બીજી તરફ ટ્રમ્પના મોટા પુત્રએ ચોક્કસપણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

પ્રચાર દરમિયાન ટ્રમ્પે ઘણીવાર મેલાનિયાનો ઉલ્લેખ કર્યો

ટ્રમ્પે કોર્ટના નિર્ણય બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેલાનિયા માટે આ ઘણો મુશ્કેલ સમય છે. તે ઠીક છે પણ તેને મોટો ઝટકો લાગ્યો હશે. પ્રચાર દરમિયાન મેલાનિયા તેમની સાથે નજર નહોતી આવતી પણ તેઓ ઘણીવાર તેનો ઉલ્લેખ કરતા હતા. તેમનું કહેવું છે કે મેલાનિયા તેને સપોર્ટ કરે છે. ટ્રમ્પ ફેન ક્લબના એક સભ્યએ જણાવ્યું કે મેલાનિયા ફેબ્રુઆરી 2024માં આયોજિત પાર્ટીમાં આવી હતી. તે ખૂબ જ ખુશ નજર આવી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના માટે ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે. 


Google NewsGoogle News